– પૂર્વ વિશ્વ સુંદરી ભારતની હરનાઝ સંધુએ તાજ પહેરાવ્યો
અમેરીકાની આર બોની ગ્રેબ્રિએલે મિસ યુનિવર્સ-2022 નો તાજ પોતાના નામે કર્યો છે તેને પૂર્વ વિશ્વ સુંદરી ભારતની હરનાઝ સંધુએ પોતાનો તાજ પહેરાવ્યો હતો. જયારે વેનેઝુએલાની અમાંડા ડુડામેલ પહેલરનર અપ અને ડોમિનિકન રિપબ્લીકની એન્ડરોના માર્ટીનેઝ બીજી રનર અપ બની હતી. આ સ્પર્ધામાં ભારતની દિવીતારાય સેમી ફાઈનલ સુધી જ પહોંચી શકી હતી.
- Advertisement -
મિસ યુનિવર્સ 2022 માટે પસંદ કરાયેલ આર બોની ગેબ્રિયલ અમેરીકાનાં હ્યુસ્ટન, ટેકસાસની રહેનારી ચે અને વ્યવસાયે એક ફેશન ડીઝાઈનર છે. ગ્રેબ્રિયલની મા અમેરીકન છે અને પિતા ફીલીપાઈન્સનાં છે.તેણે ઉતરી ટેકસાસ વિશ્વ વિદ્યાલયમાં વર્ષ 2018 માં ફેશન ડીઝાઈનમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે.
R'Bonney Gabriel from the USA wins the title of 71st #MissUniverse#MissUniverse #MissUniverse2023 . pic.twitter.com/Uc3AK6E64E
— DD News (@DDNewslive) January 15, 2023
- Advertisement -
હાલ તે ખુદના કપડાની બ્રાન્ડ આરબોની નોલાની સીઈઓ છે. ભૂટાને મિસ યુનિવર્સ સ્પર્ધામાં પહેલી વખત ભાગ લીધો હતો.
તાજમાં છે આ ખાસ
મીલ યુનિવર્સ તાજનું નામ ફોર્સ ફોર ગુરૂ છે. તેની કિંમત લગભગ 46 કરોડ રૂપિયા છે. 993 સ્ટોન લાગેલા છે જેમાં 110.83 કેરેટનો નિલમ અને 48.24 કેરેટનો હીરો લાગેલા છે. તેનો ઘેરો લીલો રંગ સંદેશ આપે છે કે અથાક પ્રયાસો અને ઉજજવલ ભવિષ્યની આશાથી શ્રેષ્ઠતા મેળવી શકાય છે. આ તાજને જીનીવાનાં ડીઝાઈનર મૌવાડે ડીઝાઈન કર્યા છે.