ધોરણ 9થી 12ની 58 વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો, સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તારીખ 18-11-2025 ના રોજ શાળામાં સ્વામી વિવેકાનંદના વિષય અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12 ની 58 વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્યા ઉષાબેન બી. તેરૈયાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીની બહેનો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરાંત, નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચાએ પણ ભાગ લેનાર બહેનોને અભિનંદન આપીને ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધાની સંપૂર્ણ કામગીરી શાળાના શિક્ષક નિલેશભાઈ ગોસ્વામી અને સંગીતાબેન પરમારે સફળતાપૂર્વક નિભાવી હતી.



