ઔરંગાબાદનો બનાવ: આરોપીને કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જીલ્લામાં 8 એપ્રિલ 2023 માં સગીર પર રેપ બાદ હત્યાના કેસમાં કોર્ટે સોમવારે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે ચાર્જશીટ દાખલ થયાના માત્ર 15 દિવસમાં જ સ્પેશ્યલ કોર્ટે આ સજા સંભળાવી છે. કોર્ટે આરોપી પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
- Advertisement -
આ અંગેની વિગત મુજબ ઔરંગાબાદથી 8 એપ્રિલ 2023 ના રોજ સાંજે 9 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ બાળકને શોધવા ઘણી કોશીશ કરી પણ હાથ ન લાગ્યો. આખરે બાળકનાં માતા-પિતાએ સદર બજાર પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે કેસની તપાસ શરૂ કરી આસપાસનાં સીસીટીવી કેમેરા ફંફોળવામાં આવ્યા જેમાં બાળક કાકાની દુકાનમાં કામ કરનાર સૈફની સાથે જોવા મળ્યો હતો ત્યારબાદ પોલીસે સૈફને પકડી લીધો હતો.
પૂછપરછ બાદ સૈફે પોતાનો ગુનો કબુલી લીધો હતો. બાદમાં તેના જણાવ્યા પ્રમાણે ઘરથી 500 મીટર દુર એક નાલામાંથી 9 એપ્રિલની સવારે બાળકનું શબ જપ્ત કરાયું હતું. પૂછપરછમાં સૈફે જણાવ્યું હતું કે તેણે બાળક સાથે રેપ કર્યો હતો. ઘટનાના બારામાં બાળક કોઈને કંઈ ન કહે તે માટે તેણે બાળકની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.