બોલીવુડ અભિનેત્રી સોનાલી સહગલ દુલ્હન બની ગઈ છે. અભિનેત્રી આશીષ સજનાની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સોનાલીનો દુલ્હનના પરિવેશનો લુક સામે આવ્યો છે.
બોલીવુડ અભિનેત્રી સોનાલી સહગલ દુલ્હન બની ગઈ છે. તે ઘણા સમયથી બિઝનેસમેન આશીષ સજનાનીને ડેટ કરી રહી હતી. અભિનેત્રી આશીષ સજનાની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સોનાલી અને આશીષ છેલ્લા 5-6 વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે બન્નેએ ક્યારેય ખુલીને પોતાના રિલેશનનો સ્વીકાર નથી કર્યો. સોનાલીનો દુલ્હનના પરિવેશનો લુક સામે આવ્યો છે. અભિનેત્રીનો આ લુકમાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
સોનાલી સહગલ ખૂબ જ સુંદર લાગી રહી છે
‘પ્યાર કા પંચનામા’ ફેમ સોનાલી સહગલે લગ્નના દિવસે પાઉડર પિંક કલરની સાડી પહેરી હતી, જેના પર સિલ્વર હેવી એમ્બ્રોઈડરી કરવામાં આવ્યું હતું. જેની સાથે મેચિંગ દુપટ્ટો પણ લીધો હતો. સોનાલીએ આ લુકને મિનિમલ મેકઅપથી કમ્પ્લીટ કર્યો છે અને ડાયમંડની હેવી જ્વેલરી પહેરી હતી. દુલ્હન બનેલ આ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
સોનાલીએ કરી ખાસ એન્ટ્રી
સોનાલીએ ખૂબ જ ખાસ એન્ટ્રી કરી હતી. સોનાલીએ પોતાના ડોગી સાથે મંડપમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી, આ ડોગીએ પણ મેચિંગનો પિંક ડ્રેસ પહેર્યો હતો. સોનાલી સહગલના લગ્નમાં ટીવી તથા બોલીવુડની અનેક સેલિબ્રિટી શામેલ થઈ હતી. આ અવસરે ચાહત ખન્ના, મંદિરા બેદી અને કરણ વી ગ્રોવર તેમની પત્ની સાથે લગ્નમાં પહોંચ્યા હતા.
સોનાલી સહગલના લગ્નના અનેક ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લગ્નના બંધનમાં બંધાવા બદલ સોનાલી સહગલને વિશેષ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.