પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બિંદી લગાવતી નજરે પડી હતી.
બિંદી ઉપરાંત હાનિયાએ લોકોને હોળી તહેવારની શુભેચ્છા આપી હતી.
પાકિસ્તાની એકટ્રેસ હાનિયા આમિરેની લોકપ્રિયતા ભારતના સોશિયલ મીડિયામાં પણ છે. લાખો ભારતીય ફેન્સ હોવાથી તે ભારતના ચાહકોનું પણ ધ્યાન રાખી રહી છે. થોડાક સમય પહેલા હાનિયાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો વિવાદ થયો હતો. પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બિંદી લગાવતી નજરે પડી હતી. બિંદી ફલોન્ટ કરતી જોઇને પાકિસ્તાની ફેન્સ ગુસ્સે ભરાયા હતા. પાકિસ્તાની મહિલાઓ બિંદી લગાવે તેની હંમેશા કોન્ટ્રોવર્સી થતી હોય છે. બિંદી ઉપરાંત હાનિયાએ લોકોને હોળી તહેવારની શુભેચ્છા આપી હતી.
- Advertisement -
View this post on Instagram
હાનિયાની આ શુભેચ્છાથી પાકિસ્તાની ફેન્સ નારાજ થયા હતા. કમેન્ટ સેકશનમાં ખૂબજ પસ્તાળ પડી હતી. કેટલાકે તો હાનિયાને અનફોલો કરવાની ધમકી આપી હતી. એક યુઝરે લખ્યું હતું કે હાનિયા રમઝાનમાં આ શોભતું નથી. કેટલાકે ભારતના ઓડિયન્સમાં લોકપ્રિયતા મેળવવા માટે શુભેચ્છા આપતી હોવાનો આક્ષેપ મુકયો હતો. શું માથામાં બિંદી લગાવવી જરુરી છે એવો પણ સવાલ કર્યો હતો. હોલીની માફક કયારે જુમ્મા મુબારક કહયું છે એવા સવાલો પાકિસ્તાની ફેન્સે પુછયા હતા. એક ફેને તો હાનિયાને ધર્મ બદલી નાખવાની સલાહ આપી હતી.