By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    21 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    18 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    19 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    19 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    19 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    21 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    3 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ

Khaskhabar Editor
Last updated: 2025/12/04 at 1:51 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે ગુરુવારે (4 ડિસેમ્બર) નવી દિલ્હી પહોંચશે. તેમની મુલાકાતે 2023 માં તેમની સામે જારી કરાયેલ ICC ધરપકડ વોરંટ અંગે પ્રશ્નો ઉભા કરે છે. જોકે, ભારતને તેમની અટકાયત કરવાની કોઈ કાનૂની ફરજનો સામનો કરવો પડતો નથી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. યુક્રેનમાં થયેલા યુદ્ધ ગુનાઓના આરોપસર માર્ચ, 2023માં આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત(ICC- ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ) દ્વારા તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવા આવેલું છે, તેમ છતાં ભારતની મુલાકાત દરમિયાન પુતિનની ધરપકડ નહીં થઈ શકે. ચાલો, એનું કારણ જાણીએ.

- Advertisement -

પુતિન સામે ICC ધરપકડ વોરંટ કેમ જારી કરવામાં આવ્યું છે?

17 માર્ચ, 2023ના રોજ ICC દ્વારા ‘રોમ સ્ટેચ્યુટ’ હેઠળ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના બાળ અધિકારો માટેના કમિશનર મારિયા લ્વોવા-બેલોવા સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. બંને પર યુક્રેનના કબજાવાળા પ્રદેશોમાંથી બાળકોને ગેરકાયદે સ્થાનાંતરિત કરવાના હુકમ આપવાના ગંભીર યુદ્ધ ગુનાના આરોપ લાગ્યા હતા. વિસ્થાપનનો ભોગ બનનાર બાળકોમાં અનાથાલયો અને સંભાળ ગૃહોના બાળકોનો પણ સમાવેશ થાય છે.

રશિયાએ ગુનો માન્ય ગણેલો?

- Advertisement -

રશિયાએ ICCના અધિકારક્ષેત્રને માન્યતા ન આપીને વોરંટને અમાન્ય ગણાવી દીધું હતું. એમના મતે પુતીને કોઈ યુદ્ધ ગુનો આચર્યો નથી.

શું છે રોમ સ્ટેચ્યુટ?

‘રોમ સ્ટેચ્યુટ’ (રોમ કાયદો)એ આંતરરાષ્ટ્રીય સંધિ છે જેણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ(ICC)ની સ્થાપના કરી હતી. 1998માં અપનાવવામાં આવેલા અને 2002થી અમલમાં મુકાયેલા આ કાયદા હેઠળ નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ ગુનાઓ અને આક્રમણના ગુનાઓ બાબતે ધરપકડ વોરંટ જારી કરવાની સત્તા ICCના અધિકારક્ષેત્રમાં આવે છે. દુનિયાના 125 દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર કરીને રોમ સ્ટેચ્યુટનો સ્વીકાર કર્યો છે. હસ્તાક્ષરની પ્રક્રિયા ઇટાલીની રાજધાની રોમ શહેરમાં કરવામાં આવી હોવાથી એ રોમ સ્ટેચ્યુટ તરીકે ઓળખાયો.

ભારતમાં પુતિનની ધરપકડનું જોખમ શા માટે નથી?

ભારતમાં પુતિનની ધરપકડનું જોખમ એટલા માટે નથી કેમ કે ભારતે ICCના સ્થાપના દસ્તાવેજ ‘રોમ સ્ટેટ્યુટ’ પર ક્યારેય હસ્તાક્ષર કર્યા નથી અથવા તેને પ્રમાણિત કર્યો નથી. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ‘રોમ સ્ટેટ્યુટ’ સંધિ માત્ર તેના પક્ષકાર દેશોને જ લાગુ પડે છે. આથી, ICCને સહકાર આપવાની કોઈ ફરજ ભારત પર લાગુ થતી નથી. ભારતમાં પણ એવો કોઈ ઘરેલુ કાયદો નથી કે જે ICC વોરંટને ધરાર અમલમાં મૂકવાની તાકાત આપતો હોય.

ભારત ઉપરાંત કયા કયા દેશને ICCના આદેશનું બંધન નડતું નથી?

ભારત ઉપરાંત ચીન, રશિયા, ઇન્ડોનેશિયા, ઇરાક, લિબિયા, કતાર, યમન જેવા ઘણા દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. અમેરિકાએ હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પછીથી તેણે હસ્તાક્ષર પાછા ખેંચી લીધા હતા. આ તમામ દેશ ICC સાથે સહયોગ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા નથી.

ભારત શા માટે ‘રોમ સ્ટેટ્યુટ’માં નથી જોડાયું?

ભારતના ICC સાથે ન જોડાવાના નિર્ણય પાછળ નીચે મુજબના કારણો રહેલાં છે.

1. સાર્વભૌમત્વ અને અદાલતી સ્વતંત્રતા: ભારતનું માનવું છે કે તેની સ્થાનિક ન્યાયિક વ્યવસ્થા પોતાના પ્રદેશ પર થયેલા ગંભીર ગુનાઓ સામે કાર્યવાહી કરવા સક્ષમ છે અને જો તે ICCમાં સભ્ય હશે તો તેના સાર્વભૌમ અધિકારનું ઉલ્લંઘન થશે.

2. અપૂર્ણ અધિકારક્ષેત્ર: ભારત દાયકાઓથી સરહદપારના આતંકવાદનો સામનો કરી રહ્યું છે, તેથી ભારતે દલીલ કરી હતી કે આતંકવાદ અને સામૂહિક વિનાશના શસ્ત્રોના ઉપયોગ જેવા ગુનાઓને રોમ સ્ટેટ્યુટમાં સ્પષ્ટ રીતે શામેલ કરવા જોઈએ, જે કરવામાં આવ્યા નથી.

3. રાજકીયકરણનો ભય: ભારતને આશંકા હતી કે યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદ(UNSC)ને કેસો રજૂ કરવા અથવા મોકૂફ રાખવાની શક્તિ આપવાથી ICCનું રાજકીયકરણ થઈ શકે છે.

ICCના ધરપકડ વોરંટ કેટલા મજબૂત?

પુતિનનો કિસ્સો પહેલીવારનો નથી, અગાઉ અન્ય રાજનેતાઓએ પણ તેમના વિરુદ્ધ ICC દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવા છતાં આંતરરાષ્ટ્રીય પ્રવાસો કર્યા હતા. સૌથી પ્રખ્યાત કિસ્સો સુદાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરનો છે, જેમને 2009માં ICC દ્વારા નરસંહાર, યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. છતાં અલ-બશીરે 2015માં આફ્રિકન યુનિયન સમિટ માટે દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ ‘રોમ સ્ટેટ્યુટ’ પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં તેણે અલ-બશીરની ધરપકડ નહોતી કરી. આ બાબતે ઘણો રાજકીય વિવાદ પણ થયો હતો. અલ-બશીરે 2015માં ભારતની મુલાકાત પણ લીધી હતી. જોકે, ભારતમાં તો તેમની ધરપકડ થવાનો પ્રશ્ન જ નહોતો. બિલકુલ એ જ રીતે જે રીતે હાલમાં પુતિનને ભારતમાં ધરપકડનું કોઈ જોખમ નથી.

ભારત માટે વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્ત્વ સર્વોપરી

ભારત-રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો આજકાલના નથી. બંને દેશ વર્ષોથી મિત્ર છે. રશિયા ભારતનો મુખ્ય સંરક્ષણ-સાધન સપ્લાયર છે. હાલમાં તે ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર બની ચુક્યો છે. યુક્રેન સંઘર્ષ પછી ભારતે તટસ્થ રાજદ્વારી સ્થિતિ અપનાવી છે અને સંવાદ પર ભાર મૂક્યો છે. રશિયા જેવા મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર સાથેના સંબંધો જાળવવાની જરૂરિયાત ભારતની પ્રાથમિકતા છે, અને ભારત એને જ અનુસરી રહ્યું છે.

You Might Also Like

ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર

લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ

લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!

રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતનો મિત્ર બની 1971માં અમેરિકા,ચીન અને બ્રિટનને હરાવવા માટે કોણે આપ્યો હતો સાથ? જાણો માહિતી
Next Article SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?