કીવને ક્લસ્ટર બોમ્બ આપવાના અમેરિકાના નિર્ણયથી રશિયા ધૂંધવાયું : ચીન તેની પડખે ઉભું છે
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન-યુદ્ધ, યુક્રેન-રશિયા વચ્ચે રહ્યું જ નથી, તે ક્યારનું એ બે મહાસત્તાનો સંઘર્ષ બની ગયું છે. અમેરિકા કોઈપણ ભોગે રશિયાને નીચોવી નાખી, થકવી દઈ, યુક્રેનને વિજયી બનાવી પૂર્વ ગોળાર્ધમાંથી એક ’મહાસત્તા’ને મહાસત્તા જ રહેવા નહીં દઈ, તેને ’સ્થાન ભ્રષ્ટ કરી’ પૂર્વ ગોળાર્ધ ઉપર પણ પોતાનું એકચક્રી શાસન સ્થાપવા માગે છે, પશ્ર્ચિમ ગોળાર્ધ તો તેનો છે જ બીજી તરફ ચીન પણ સમગ્ર પૂર્વ ગોળાર્ધ પોતિકો કરવા માગે છે. પાડે-પાડે બાંધે છે ઝાડનો ખો નીકળે છે.
- Advertisement -
યુક્રેન ઉપરાંત બાલ્ટિક સમુદ્રના તટ પ્રદેશનાં રાષ્ટ્રોને નાટોમાં ભેળવી બાયડન પૂર્વમાં પગ પ્રસારવા માગે છે. પયંગણ અને પૃષ્ટાંગણમાં દુશ્ર્મન (નાટો) આવી વસે તે રશિયા સહી જ ન શકે તે દેશો વિશેષત: યુક્રેનની સ્થિતિ જોઈ માનવ માત્ર કંપી ઉઠે તેમ છે, પરંતુ ભૂલીએ છીએ કે યુક્રેન પ્યાદું છે. શતરંજ રમનાર તો દૂર વોશિંગ્ટનમાં છે. તેમાં તેણે યુક્રેનને કલસ્ટર બોમ્બ આપવાની તૈયારી દર્શાવી છે. પુરાણોની શતદનીની વાતની જેમ એક બોમ્બ ફરી તેમાંથી બીજા અનેક બોમ્બ નીકળી તેના વિસ્ફોટો દ્વારા સમગ્ર વિસ્તારમાં વિનાશ વેરવાની વાત છે. ત્યારે રશિયા મૂંગા-મોંઢે જોયા કરે તે સંભવિત જ નથી.
સ્વીકાર્ય છે કે, યુક્રેન આક્રમણ ખોટું જ છે. પરંતુ કોઈ તેનો ઈફીતય વિચારતું નથી. માત્ર ઊરરયભિં જ જુવે છે. કોઈપણ બળવાન દેશ તેનાં પટાંગણ અને પૃષ્ટાંગણમાં પરદેશી સેના સ્વીકારી જ ન શકે. આથી જ રશિયાના પૂર્વ પ્રમુખ અને પુતિનના ખાસ વિશ્ર્વાસુ મેદવદેવે ફરી એકવાર ’પરમાણુ મહાયુદ્ધ’ની ધમકી આપી છે. શનિવારે તેઓએ બાયડેનને ખુલ્લેઆમ કહી દીધું છે કે આ રીતે તમો પરમાણુ મહાયુદ્ધ નોતરી રહ્યા છો. બાયડેને યુક્રેનને કલસ્ટર બોમ્બ આપવાની જાહેરાત કરી તે પછી તુર્ત જ મેદવદેવે તેઓનાં ટ્વિટર ઉપર ’ન્યુક્લિયર આર્માગેડ્ડોન’ની ચેતવણી નહીં, ધમકી આપી દીધી છે. જેઓ વિચારી શકે છે, તેઓ સજાગ થઈ ગયા છે. ભીતિ ઓછામાં ઓછા મહાયુદ્ધ છે. ચીન રશિયાની પડખે છે.
પ્રથમ વિશ્ર્વયુદ્ધ ઓસ્ટ્રિયાના ક્રાઉન પ્રિન્સની હત્યાને પગલે ફાટી નીકળ્યું તેમ સૌ કહે છે. ખોટી વાત છે. દારૂૂગોળો તો 1902થી ધરબાતો હતો. આર્કડયુક ફર્ડીનાઝ અને આર્કડચેસની હત્યા તો ચીનગારી હતી. વિશ્ર્વ સમસ્ત યુદ્ધમાં હોમાઈ ગયું. સજાગ રહેજો કલસ્ટર બોમ્બના તણખા પરમાણું બોમ્બ વિસ્ફોટ સુધી ન લઈ જાય. ઠાલી વાત નથી, ગંભીર વાત છે.