રશિયા પાસે હથિયારોની તંગી
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાએ યુક્રેન સામે યુધ્ધ તો છેડી દીધુ છે પણ હવે તેને ખુદને પણ તેના માઠા પરિણામો ભોગવવાનો વારો આવ્યા છે.
અમેરિકાની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીનુ કહેવુ છે કે, અમારી પાસે જે ગુપ્તચર રિપોર્ટ છે તેના આધારે ખબર પડી છે કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગે એક બીજાને પત્ર લખ્યા છે અને પુતિને લખેલા પત્રમાં નોર્થ કોરિયા પાસે યુધ્ધ માટેના દારુગોળો અને હથિયારોની મદદ માંગવામાં આવી છે. સાથે સાથે તાજેતરમાં રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુએ તાજેતરમાં ઉત્તર કોરિયાની મુલાકાત લીધી ત્યારે યુધ્ધ માટે રશિયાને જરુરી સામાનનુ વેચાણ વધારવા માટે અપીલ કરી હતી. રશિયા વધારાના હથિયારો અને દારુગોળાની ઠેક ઠેકાણે શોધ ચલાવી રહ્યુ છે.
કિર્બીના કહેવા પ્રમાણે હથિયારોના વેચાણ અંગે રશિયા અને નોર્થ કોરિયા વચ્ચેની વાટાઘાટો આગળ વધી રહી છે. જેના ભાગરૂૂપે બંને દેશોના રાષ્ટ્રપતિઓએ એક બીજાને પત્ર લખ્યા છે. જોકે અમેરિકા આ પહેલા પણ દાવો કરી ચુકયુ છે કે, યુક્રેન સામે યુધ્ધ લડવા માટે રશિયા હવે ઉત્તર કોરિયા અને ઈરાન પર નિર્ભર થઈ ચુકયુ છે. અમેરિકાએ હવે વધુ એક વખત આ જ પ્રકારનો દાવો કર્યો છે.