આગામી સપ્તાહથી ઇન્ડોનેશિયાના બાલીમાં શરૂ થનારી જી-20 પરિષદમાં રશિયાના પ્રમુખ પુતિન હાજર રહેવાના નથી. તેમ પરિષદની વ્યવસ્થા તથા તેનો કાર્યભાર સંભાળતા ઇન્ડોનેશિયાના મંત્રી લુહુત બિન્સાર પંડજૈનને જણાવ્યું હતું કે પુતિનને બદલે રશિયાના વિદેશ મંત્રી અર્ગી લેવરોવ રશિયાનું પ્રતિનિધિત્વ કરશે. દરમિયાન બાયડને જણાવી દીધું હતું કે જો પુતિન તે પરિષદમાં ઉપસ્થિત રહ્યા હોત તો પણ, તેઓ પુતિનને મળવાના ન હતા. તેમ છતાં કદાચ તેઓ મળી જાય તો પણ તેમની સાથે માત્ર તેટલી જ વાત થઇ શકે તેમ છે કે રશિયાએ કેદ કરેલા અમેરિક્ધસનો તેઓ ક્યારે મુક્ત કરવાના છે.બીજી તરફ બાયડન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે અમે દુનિયાનાં અન્ય વહીવટીતંત્રોને પુતિન હાજર રહે તો પણ કે વર્ચ્યુઅલ પણ ઉપસ્થિત રહે તો પણ તેમને અલગ પાડી દેવા સમજાવવાનાં છીએ.
G-20 પરિષદમાં પુતિન હાજર નહીં રહે, તેમને બદલે વિદેશમંત્રી અર્ગી લેવરોવ પ્રતિનિધિત્વ કરશે
Follow US
Find US on Social Medias