બીજા વિશ્વ યુદ્ધ પછી કોઈ યુરોપીયન દેશ પર આ સૌથી મોટું યુદ્ધ છે
રશિયાએ 24મી ફેબુ્રઆરીએ ‘વિશેષ સૈન્ય અભિયાન’ હેઠળ યુક્રેન પર આક્રમણ કર્યું. આ આક્રમણને ગુરુવારે એક મહિનો પૂરો થઈ ગયો છે. આ સમયમાં રશિયાએ યુક્રેનમાં ભારે વિનાશ વેર્યો છે અને તેણે ઘર, સ્કૂલ, હોસ્પિટલ, ક્ધિડરગાર્ટન સહિત કોઈપણ નાગરિક સ્થળોને હુમલાથી બાકાત રાખ્યા નથી. વધુમાં યુદ્ધ બીજામાં મહિનામાં પ્રવેશ્યું છે ત્યારે રશિયાએ યુક્રેન પર હુમલા વધાર્યા છે. એક મહિનાથી યુક્રેનની રાજધાની કીવ કબજે કરવામાં નિષ્ફળ ગયેલા રશિયન સૈન્યે હવે કીવની બહાર છાવણીઓ બનાવી દીધી છે.
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ચાર સપ્તાહ પહેલા મોસ્કોમાં એક ટેલિવિઝન સંદેશમાં યુક્રેન વિરુદ્ધ ‘વિશેષ સૈન્ય અભિયાન’ની જાહેરાત કરી હતી. ક્રેમલીને યુક્રેનના ‘વિસૈન્યીકરણ અને વિમુદ્રીકરણ’ના આશયથી પડોશી દેશ પર પૂર્ણ સ્તરનું આક્રમણ શરૂ કર્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી કોઈ યુરોપીયન દેશ પર આ સૌથી મોટું યુદ્ધ છે.ગણતરીના દિવસોમાં યુક્રેન પર કબજો કરવાના ઈરાદાથી રશિયાએ ત્રણે બાજુથી અનેક શહેરોમાં બોમ્બમારા અને મિસાઈલોથી હુમલા કર્યા છે.