રહીશોએ જગ્યા રોકાણ શાખાને દબાણ દૂર કરવા માંગ કરતી અરજી કરી
અવની ડાંગરે કોમન પ્લોટમાં ગેરકાયદે પ્લે હાઉસ ઊભું કરી દીધું!
- Advertisement -
રાજકોટમાં જાહેર જગ્યા પચાવી પાડવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. હાલમાં જ શહેરના 80 ફૂટ રોડ પર આવેલી કોઠારિયા કોલોનીમાં એક જાહેર જગ્યા પર પાંચ માળનું પ્લેહાઉસ ઉભું કરી દેવાની ચોંકવનારી ઘટના સામે આવી છે. આ મામલે કોઠારિયા કોલોનીના રહેવાસીઓએ રાજકોટ મ્યુનિ. કોર્પો. જગ્યા રોકાણ શાખાને એક અરજી કરી છે જેમાં જણાવાયું છે કે, ભક્તિનગર સર્કલથી લઈ સોરઠીયાવાડી સર્કલ વચ્ચે આવેલી કોઠારિયા કોલોનીમાં જે કોમન પ્લોટ નં.280 આવેલો છે તેના પર અવની ડાંગર નામની વ્યક્તિને લિટલ ચેમ્પ નામનું પાંચ માળનું પ્લેહાઉસ ઉભું કરી દીધું છે.
કોઠારિયા કોલોનીમાં આવેલો 280 નંબરનો કોમન પ્લોટ ત્યાં રહેતા લોકોને વપરાશ માટે છે પરંતુ આ જગ્યામાં અવની ડાંગરે લિટલ ચેમ્પ નામનું પાંચ માળનું પ્લેહાઉસ ઉભું કરી કોમન પ્લોટમાં ગેરકાયદે ચણતર અને દબાણ કર્યું છે. એટલું જ નહીં લિટલ ચેમ્પ પ્લેહાઉસ શરૂ કરવા માટે અવની ડાંગર દ્વારા કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી. કોમન પ્લોટમાં ગેરકાયદે ચણતર-દબાણ કરી ઉભું કરવામાં આવેલું લિટલ ચેમ્પ પ્લેહાઉસ પણ મંજૂરી વિનાનું છે, પ્લેહાઉસના સંચાલનમાં પણ કોઈ જ નીતિ-નિયમોનું પાલન કરવામાં આવતું નથી.
કોમન પ્લોટમાં ગેરકાયદે ચણતર-દબાણ કરી લિટલ ચેમ્પ પ્લેહાઉસ ઉભું કરી દેનારા અવની ડાંગર વિરુદ્ધ કોઠારિયા કોલોનીના રહીશોએ રાજકોટ મ્યુનિ. કોર્પો.ની જગ્યા રોકાણ શાખાને કરેલી અરજીમાં લે-આઉટ પ્લાન પણ જોડ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોમન પ્લોટની ખુલી જગ્યા – શેરીમાં અવની ડાંગરે લિટલ ચેમ્પ નામના પાંચ માળના પ્લેહાઉસનું ગેરકાયદે ચણતર કરી દબાણ ઉભું કર્યું છે. આ મામલે હવે રાજકોટ મ્યુનિ. કોર્પો.ની જગ્યા રોકાણ શાખા પાસેથી કોઠારિયા કોલોનીના રહેવાસીઓ તાત્કાલિક કોમન પ્લોટ પરનું ગેરકાયદે ચણતર દૂર કરી કોમન પ્લોટની જગ્યા ખુલ્લી કરાવવા માંગણી કરી રહ્યા છે.
- Advertisement -
અવની ડાંગરનું લિટલ ચેમ્પ પ્લેહાઉસ ધી ન્યુ એરા સ્કૂલનું?
કોઠારિયા કોલોનીના જે કોમન પ્લોટમાં અવની ડાંગરે લિટલ ચેમ્પ પ્લેહાઉસ ઉભું કરી દીધું છે તેની બહાર લિટલ ચેમ્પ પ્રિ-સ્કૂલ સાથે ધી ન્યુ એરા સ્કૂલ પણ લખેલું છે. લિટલ ચેમ્પ પ્લેહાઉસ શરૂ કરવા કોઈ જ મંજૂરી ન લેનારા અવની ડાંગરે ધી ન્યૂરા એરા સ્કૂલ પાસેથી ફ્રેન્ચાઈઝી લઈ લિટલ ચેમ્પ પ્લેહાઉસ શરૂ કર્યું હોય એવું લાગી રહ્યું છે અને આ પ્લેહાઉસ ધી ન્યુ એરા સ્કૂલનું હોય તેવું જણાઈ આવે છે. ઉપરાંત અવની ડાંગરનાં સંપર્કો રાજકારણી, અધિકારી-પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે હોય તેઓએ આસાનીથી ન્યુ એરા સ્કૂલનું પ્લે હાઉસ ખોલીને ગેરકાયદે દબાણ કરી લીધું અને તંત્ર મૂકપ્રેક્ષક બની રહ્યું હોય તેવું રહીશોનું કહેવું છે.