યોગસાધનાના માર્ગ પર મુખ્યત્વે 4 મુદ્દા પર ભાર મૂકો
મોર્નિંગ મંત્ર
ડૉ.શરદ ઠાકર
ડૉ.શરદ ઠાકર
સ્વામી શ્રી મુક્તાનંદ બાબાના ગુરુ પૂજ્યશ્રી નિત્યાનંદ સ્વામી વીસમી સદીના પરમ કોટિના સિદ્ધ પુરુષ હતા. આ ગુરુ-શિષ્યની જોડી શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની જોડી જેવી હતી. શ્રી મુક્તાનંદબાબા સ્વામી વિવેકાનંદની જેમ તેમના ગુરુ કરતાં વધારે મુખર (વાચાળ) હતા. આથી આ બંને શિષ્યોને કારણે વિશ્ર્વ બંને ગુરુઓને ઓળખી શક્યું.
લાખો ભક્તોમાં પૂજ્યશ્રી નિત્યાનંદબાબા ‘ભગવાન’ તરીકે જાણીતા હતા. તેમણે મુખ્યત્વે ચાર મુદ્દાઓ પર ભાર મૂક્યો છે: (1) નિર્મળ મન (2) નિશ્ર્ચળ મન (3) ઉદાર મન (4) શુદ્ધ ભાવ.
- Advertisement -
યોગસાધનાના માર્ગ પર સાધકે ચોખ્ખું મન રાખવું જોઇએ. આવું નિર્મળ મન સતત રહેવું જોઇએ. જો મન નિશ્ર્ચળ ન હોય તો સાધનામાર્ગમાંથી વારંવાર ચલિત થઇ જવાય. સિદ્ધયોગના સાધકે અન્ય જીવાત્માઓ પ્રત્યે ઉદારતા ધારણ કરવી જોઇએ. જીવનમાં કોઇ પણ ક્ષેત્રમાં બાંધછોડ કરવાની આવે તો જતું કરવાની ભાવના સાધકે રાખવી જોઇએ. અંતમાં બાબા કહેતા કે સાધક દ્વારા થતાં કોઇ પણ કાર્યમાં એનો શુદ્ધ ભાવ હોવો જોઇએ.
આ ચાર બાબતોનું પાલન કરવામાં આવે તો સાધનાના પથ પર ઝડપથી આગળ વધી શકાશે.