ખાસ-ખબર સંવાદદાતા
પંજાબના જાણીતા એકટર દીપ સિંધુનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તથા તેની મંગેતર રીના રાય ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના કુંડલી માનેસર એટલે કે કેએમપી એકસપ્રેસ-વેની નજીક થયો હતો. દિપ સિંધુ પોતાના સાથીઓની સાથે દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો જેમાં તેનું નિધન થયું છે. દિપ સિંધુ સરકારના કૃષિ બિલની વિરોધમાં થયેલા આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો.