પંજાબ કિંગ્સે કર્યું ટ્વિટ; ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ-કીપર અને બેટ્સમેન બ્રેડ હેડિનને ટીમના સહાયક કોચ તરીકે નિયુક્ત કરાયો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 માટે તમામ 10 ટીમોએ મંગળવારે 15 નવેમ્બરના રોજ રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. હવે આ ટીમો IPLની મિની ઓક્શનને લઈને રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. 23મી ડિસેમ્બરે કોચીમાં મીની ઓક્શન આયોજન કરાય છે.
- Advertisement -
બ્રેડ હેડિનને આસિસ્ટેન્ટ કોચ બનાવ્યો
મિની ઓક્શનમાં જતા પહેલા પંજાબ કિંગ્સ (PBKS)એ કેટલાક મોટા નિર્ણયો લીધા છે. ફ્રેન્ચાઇઝીએ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ-કીપર બેટ્સમેન બ્રેડ હેડિનને ટીમના આસિસ્ટેન્ટ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. પંજાબ કિંગ્સે ટ્વિટ કર્યું, ‘બ્રેડ હેડિનને સહાયક કોચની એન્ટ્રી થઈ છે. તમે કેટલા ઉત્સાહિત છો? હેડિને ઓસ્ટ્રેલિયા માટે 66 ટેસ્ટ, 126 ODI અને 34 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.
BRAD HADD-IN AS OUR ASSISTANT COACH! 🤩#SherSquad, how excited are you for the 🦁 from Down Under? #PunjabKings #SaddaPunjab #BradHaddin pic.twitter.com/C86BjzS6x7
— Punjab Kings (@PunjabKingsIPL) November 16, 2022
- Advertisement -
જાફર-લેંગવેલ્ટની પણ એન્ટ્રી
ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર વસીમ જાફરની પણ પંજાબ કિંગ્સમાં વાપસી થઈ છે. એક વર્ષની બાદ તે ફરીથી પંજાબ કિંગ્સમાં બેટિંગ કોચની ભૂમિકા ભજવશે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર ચાર્લ લેંગવેલ્ડ બોલિંગ કોચ તરીકે નામાયો છે. લેંગવેલ્ડ અગાઉ પણ પંજાબનો ટીમ સાથે કામ કરી ચૂક્યો છે. તેણે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની કારકિર્દીને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શિખર ધવન સુકાની કરશે
પંજાબ કિંગ્સ (અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ) IPLમાં ભાગ લઈ રહી છે પરંતુ તેઓ હજુ પણ પ્રથમ ટાઇટલની શોધમાં છે. પંજાબ કિંગ્સે 2014ની ફાઈનલ સહિત અત્યાર સુધીમાં માત્ર બે વખત પ્લે-ઓફમાં જગ્યા બનાવી છે. પંજાબે મયંક અગ્રવાલને બહાર કરી દીધો છે જે ટીમનો કેપ્ટન હતો. મયંકની જગ્યાએ શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સ ટીમ હવે શિખર ધવનની કપ્તાનીમાં અને મુખ્ય કોચ ટ્રેવર બેલિસના માર્ગદર્શન હેઠળ પ્રથમ IPL ટાઇટલ જીતવાની આશા રાખી રહી છે. હાલમાં જ પંજાબ કિંગ્સે અનિલ કુંબલેના સ્થાને બેલિસને ટીમનો મુખ્ય કોચ બનાવ્યો. ટ્રેવર બેલિસ એવા કોચ છે જેણે તેમના કોચિંગ હેઠળ 2012 અને 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ ટાઈટલ અપાવ્યું હતું.