PBKSએ KKRને 5 વિકેટે હરાવ્યું, રાહુલની કેપ્ટન ઈનિંગ
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી મેચમાં સુકાની લોકેશ રાહુલે રમેલી કેપ્ટન ઇનિંગની મદદથી પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પાંચ વિકેટ પરાજય આપ્યો હતો. પંજાબે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેંકટેશ ઐયરના 49 બોલમાં 67 રનની મદદથી કોલકાતાએ સાત વિકેટે 165 રન નોંધાવ્યા હતા.
- Advertisement -
ઐયરે આઇપીએલમાં બીજી અડધી સદી નોંધાવી હતી. પંજાબની ટીમે 19.3 ઓવરમાં પાંચ વિકેટે 168 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. પંજાબ માટે રાહુલે 55 બોલમાં 67 તથા અગ્રવાલે 40 રન બનાવ્યા હતા. ઇનિંગ્સના અંત ભાગમાં શાહરુખ ખાને અણનમ 22 રન ફટકારી ટીમને વિજય અપાવી દીધો હતો.