શીખ ધર્મના સૌથી પવિત્ર સ્થળમાંથી એક કરતારપુર સાહિબ ગુરુદ્વારા કોરિડોર બુધવારે ખોલવામાં આવ્યો છે. ગઈકાલે અહીં શીખધર્મગુરુઓનું એક ગ્રૂપ પહોંચ્યું હતું. આજે પંજાબના CM ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વમાં એક ગ્રૂપ પહોંચશે. આ 4.6 કિમી લાંબા કોરિડોર માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બુધવારે શરૂ થઈ હતી. કોરોના મહામારીના કારણે ગયા વર્ષે 23 માર્ચથી કોરિડોરને બંધ કરી દેવાયો હતો. હવે તેને ફરીથી ગુરુનાનક દેવના જન્મદિવસે ગુરુ પર્વના અવસરે ખોલાયો છે. 19 નવેમ્બરે ગુરુનાનક જયંતી છે.



