શાહરુખ અને ઓડિયન સ્મિથ વચ્ચે 25 બોલમાં અણનમ 52 રનની ભાગીદારીથી પંજાબ જીત્યું
8 બોલમાં 25 રન ફટકારનાર ઓડિયન સ્મિથ મેન ઓફ ધ મેચ
ધવન અને રાજપક્ષાનાં આક્રમક 43-43 રન
પંજાબ કિંગ્સે 206 રનના ટાર્ગેટનો સફળતાપૂર્વક ચેઝ કરતાં બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું હતુ. પંજાબ તરફથી ધવને 29 બોલમાં રાજપક્ષાએ 22 બોલમાં 43-43 રન કર્યા હતા. શાહરૃખ ખાન અને ઓડેન સ્મિથ વચ્ચે 25 બોલમાં અણનમ 52 રનની ભાગીદારી નોંધાઈ હતી. શાહરૃખ 20 બોલમાં 24 રને અને ઓડેન સ્મિથ 8 બોલમાં 25 રને અણનમ રહ્યા હતા. બેંગ્લોરના બોલરોએ વાઈડના 21 રન આપીને પંજાબની મદદ કરી હતી. જીતવા માટેના 206ના ટાર્ગેટ સામે પંજાબે 19 ઓવરમાં પાંચ વિકેટે 208 રન કરીને મેચ જીતી હતી.
અગ્રવાલ (24 બોલમાં 32 રન) અને ધવનની જોડીએ 43 બોલમાં 71 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ધવને 29 બોલમાં પાંચ ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 43 રન કર્યા હતા. ધવન અને રાજપક્ષાએ 25 બોલમાં 47 રનની ભાગીદારી કરી હતી. જોકે એક તબક્કે 139/2નો સ્કોર ધરાવતું પંજાબ 156/5 પર ફસડાયું હતુ.
- Advertisement -
આ પણ વાંચો: દિલ્હીએ મુંબઈને ચાર વિકેટથી હરાવ્યું
https://khaskhabarrajkot.com/2022/03/28/delhi-beat-mumbai-by-four-wickets/


