કલેક્ટર દ્વારા થોડા સમય અગાઉ વાહનો પ્રવેશ પર પ્રતિબિંધ મૂકતુ જાહેરનામું અમલમાં મુકયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલા શહેરમાં ભારે વાહનોની અવરજવર રહેતી હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવાને કારણે કલેકટર દ્વારા થોડા સમય પહેલા શહેરમાં ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબિંધ મૂકતુ જાહેરનાંમુ અમલમાં મુકવામાં આવ્યું હતું. છતાંપણ પણ શહેરમાં ટ્રાવેલ્સ બસો, ટ્રક સહિત ભારે વાહનો અવરજવર કરી રહ્યા હતા. જે બાદ રાજુલાના પીઆઇ વિજય કોલાદરાની સુચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા પ્રવેશતા ભારે વાહનો પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમા 14 એનસી કેસ તેમજ એક ખાનગી ખોડીયાર ટ્રાવેલ્સ બસ ડીટેઈન કરાઇ હતી.
- Advertisement -
રાજુલા પોલીસ ચેકીંગ દરમ્યાન કુલ 7000 રૂપિયાના દંડની સ્થળ પર વસુલાત કરી હતી. રાજુલા પોલીસ દ્વારા ભારે વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આ કામગીરીમાં ટ્રાફિક ઇન્ચાર્જ વૈભવભાઇ સોલંકી, હેડ.કોન્સ નીરુભાઇ પરમાર, નીતિનભાઇ ખસતીયા, વિજયભાઇ કોટીલા,ભરતભાઇ ગોહિલ સહીત સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.