ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પાલિતાણા કોર્ટમાં ફરીયાદી વિક્રમભાઈ દેવશંગભાઈ પરમાર તે બાપાસીતારામ ફાઈનાન્સના પ્રોપરાઈટર રહે પાલીતાણા દવારા આરોપી નીશાબેન બળદેવભાઈ ચાવડા રહે. ઘોઘા જકાતનાકા ભાવનગર વાળાની સામે નેગો.ઈ.એકટ ની કલમ 138 અન્વયે કેસ દાખલ કરતા પાલીતાણાના નામ. ન્યાયમુર્તી શ્રી આર.એમ.ધોડી સાહેબ દવારા ફો.કે.નં. 1270/2023 કેસ ચાલીને નીકાલ થતા તા.03/11/2025 ના રોજ આરોપીની સામે થયેલ હુકમ મુજબ ચેકની રકમ રૂા.12,00,000/- ફરીયાદીની બાકી રકમ તથા ન્યાયીક કાર્યવાહી ખર્ચ તથા નુકશાનના વળતર રકમ રૂા.12,00,000/- તે રીતે કુલ મળી રકમ રૂા.24,00,000/- ( અંકે રૂપીયા ચોવીસ લાખ ) ફરીયાદીને ચુકવવા તથા આરોપીને એક વર્ષની કેદની સજા અને વળતર ન ચુકવે તો ચાર માસની વધુ કેદની સજા ફરમાવવા હુકમ કરેલ છે. આ કામે ફરીયાદીના વકીલ તરીકે જયદીપસિંહ ગોહિલ પાલીતાણા રોકાયેલ હતા.



