ધો. 11 અને 12ના સાયન્સના વિદ્યાર્થીઓનો એકેડેમિક ખર્ચ ટ્રસ્ટ ભોગવશે: એન્ટ્રસ પરીક્ષાના આધારે વિદ્યાર્થીની પસંદગી થશે
જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત ભણી ચૂકેલા વિદ્યાર્થીઓએ અનેક વખત બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગના બાળકો માટે નિ:શુલ્ક જેઈઈ-નીટના કોચિંગ ક્લબ શરૂ કર્યા છે, જેના માટે ટ્રસ્ટ દ્વારા 2023થી તીાયિ 40 પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે.
શ્રી પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ સાલ 2000થી જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ ચલાવે છે. ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક રીતે ચિંતિત બાળકોને પસંદ કરી આ બાળકોની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે ટ્રસ્ટ જહેમત ઉઠાવે છે. ધોરણ 10 બાદ સાયન્સમાં પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા 2023માં સુપર-40 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ. શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સના સંયુક્ત ઉપક્રમે જેઈઈ-નીટ ક્લિયર કરી વિદ્યાર્થીઓ ઈંઈંઝ મ અઈંઈંખજ પ્રવેશ મેળવવાનું પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે તે હેતુથી સુપર-40 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. સુપર-40 પ્રોજેક્ટ એન્ટ્રન્સ પરીક્ષા થકી 40 આર્થિક રીતે જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગ પરંતુ ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓને મેરીટ બનાવીને પ્રવેશ આપવામાં આવશે. મેરીટમાં આવતા 40 વિદ્યાર્થીઓ માટે એકેડમીક ખર્ચ સંપૂર્ણ નિ:શુલ્ક છે. ધોરણ 11 અને 12 બે વર્ષ માટે આર્થિક રીતે જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગ પરંતુ ભણવામાં હોશિયાર એવા 40 બાળકોને પરીક્ષા અંતર્ગત સિલેક્ટ કરી મેરીટ બનાવીને પસંદ કરવામાં આવશે. આ બાળકોને જેઈઈ અને નીટ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. આ હોશિયાર બાળકો આઈઆઈટી અને એઈમ્સમાં પ્રવેશ મેળવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરે. ભારતના શ્રેષ્ઠ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આ બાળકોને આઈઆઈટી (એન્જિનિયરિંગ) તથા નીટ (એઈમ્સ મેડિકલ) માટે તૈયાર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રસ પરીક્ષા લેવામાં આવનાર છે. ધો. 11 અને ધો. 12 સાયન્સ અંતર્ગત પસંદ પામનાર 40 વિદ્યાર્થીઓનો બે વર્ષનો સંપૂર્ણ એકેડમીક ખર્ચ શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ઉપાડશે. સુપર-40 અંતર્ગત હાલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવાના હોય તેવા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સુપર-40 એન્ટ્રસ્ટ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા રાજકોટ શહેરમાં ડિસેમ્બર 2025ના અંતમાં અને સૌરાષ્ટ્ર કચ્છના સિલેકટેડ શહેરમાં પણ ડિસેમ્બર 2025ના અંતમાં લેવામાં આવશે. જે અંતર્ગત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. સુપર-40 પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ માટે ભારતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ રોકવામાં આવેલ છે. રાજકોટના તથા સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એવા તમામ વિદ્યાર્થીઓને આવકારીએ છીએ. નીચે આપેલી વેબસાઈટ પર પણ તમામ માહિતી ઉપલબ્ધ છે. ૂૂૂ.તીાયિ40ફિષસજ્ઞિ.ંભજ્ઞળ આ વેબસાઈટ ઉપર જઈ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવા વિનંતી. આ પ્રોજેક્ટની વધુ વિગત તેમજ જાણકારી માટે ૂવફતિંફાા ક્ષજ્ઞ. 8490084980 પર ‘ઇંઈં’ મેસેજ મોકલી મેળવી શકો છો. રાજકોટ તથા સૌરાષ્ટ્રના ધો. 10ના સાયન્સ કરવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓને અમો વિનંતી કરીએ છીએ કે સુપર-40 પ્રોજેક્ટ અંતર્ગ આજે જ ફોર્મ ભરો અને એન્ટ્રન્સ પરીક્ષા થકી સુપર-40માં સિલેકશન પામી શ્રેષ્ઠ કારકિર્દી બનાવો. સુપર-40 પ્રવેશ પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્વપ્નદ્રષ્ટા વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીની આગેવાનીમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે.



