મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરનું જાહેરમાં મર્ડર થતાં સનસની મચી હતી. ફાયરિંગ બાદ હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધી હતી.
Murder On Camera: Shiv Sena (UBT) leader Abhishek Ghosalkar Shot Dead
- Advertisement -
Attack Accused Morris Also committed suicide#Abhishekghosalkar #Abhishekghosalkarmurder pic.twitter.com/PteEHUWPVJ
— Shubham Rai (@shubhamrai80) February 8, 2024
- Advertisement -
મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરના લાઈવ મર્ડરે સનસની મચાવી છે. MHB એરિયામાં ફેસબુક લાઈવ વખતે મોરિસ ભાઈ નામના શખ્સે અભિષેક ઘોસાળકર પર 3 ગોળીઓ છોડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા જે પછી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. ઘટના બની ત્યારે મોરિસ પણ તેમની સાથે ફેસબુક લાઈવમાં બેઠો હતો આ દરમિયાન વચ્ચે ઊભા થઈને મોરિસ તેની પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. આના થોડા સમય બાદ મોરિસે પણ જાતને ગોળીબાર કરીને આપઘાત કરી લીધો હતો.
#WATCH | Shiv Sena (UBT) leader Abhishek Ghosalkar shot in a firing in Dahisar area of Mumbai. He has been admitted to a hospital. Police present at the spot.
Details awaited. https://t.co/nYNsANQfHl pic.twitter.com/qZkoX4gLlr
— ANI (@ANI) February 8, 2024
કોણ હતા અભિષેક ઘોસાળકર
અભિષેક ઘોસાળકર શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર હતા. તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યાં છે. તેમની હત્યાથી રાજ્યમાં સનસની મચી છે. જુની અદાવતમાં મોરિસે અભિષેકની હત્યા કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.