સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 26 એપ્રિલે મતદાન: ચૂંટણી સાહિત્યના છાપકામ માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય- પેટા ચૂંટણીઓ માટે તા. 26/04/2026ના રોજ મતદાન અને તા. 28/04/2026ના રોજ મતગણતરી યોજાશે. રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. ઓમ પ્રકાશ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન પૂરું થવાના સમય પહેલાના 48 કલાક એટલે કે તા. 24/04/2026ના સાંજે 6 કલાકથી નીચે મુજબના આદેશો કરવામાં આવ્યા છે. જ્યારે પંચે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો રજુ કરવાના સમયે દરેક રાજકીય પક્ષોએ ઉમેદવારી પત્ર ભરતી વખતે ચારથી વધુ સમર્થકોને ન લઇ જવા, તેમજ ઉમેદવારી પત્ર રજુ કરતી વખતે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો ન લઇ જવા પર હુકમો કર્યા છે.
કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. તેમજ મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દૃષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિયેટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃત્તિ કરશે નહીં.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: આચારસંહિતાનો અમલ કરાવવા માટે વહીવટીતંત્રની તૈયારી
ચૂંટણીમાં પ્રચાર માટે વપરાતા કોઇ પણ પ્રકારના વાહનોની નોંધણી કરાવવી ફરજીયાત
- Advertisement -
ચૂંટણી સાહિત્ય કે પોસ્ટર પર પ્રિન્ટિંગ પ્રેસનું નામ-સરનામું અને મોબાઈલ નંબર લખવા ફરજિયાત
વિશ્રામગૃહો તેમજ અતિથિગૃહોના રાજકીય હેતુ માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ
30 એપ્રિલ સુધી સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ
દીવાલો કે જાહેરમાર્ગ ઉપર ચૂંટણી સંદર્ભે સુત્રો કે અન્ય ચિત્રો પ્રદર્શિત કરવા પુર્વ મંજૂરી જરૂરી
પરવાનેદાર હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા સૂચના



