વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રના દિગ્ગજ નેતાઓ મેળાની લઈ શકે છે મુલાકાત: ઉત્તરપૂર્વીય રાજ્યના કલાકારો, ગીત-સંગીત અને શિલ્પકલા રજૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લાની તટવર્તી ભવ્ય ભૌગોલિક સંસ્કૃતિ ધરાવતા માધવપુર ગામમાં દર વર્ષે યોજાતા લોકમેળાની સરકાર દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પૌરાણિક કથાઓ અને ભક્તિ સાથે જોડાયેલો આ મેળો માત્ર રાજ્યસ્તરે જ નહીં, પણ રાષ્ટ્રીય સ્તરે પણ વિખ્યાત બન્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગને અનુલક્ષીને યોજાતા આ મેળાને ભવ્યતા અને વૈવિધ્ય અપાવવા માટે વિવિધ વિભાગો દ્વારા આયોજનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મહોત્સવ દરમિયાન દેશભરના જાણીતા કલાકારો દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે. ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યોના નૃત્ય કલાકારો, રાસ-ગર્વાનું વિશિષ્ટ પ્રદર્શન અને સંગીતના સ્નેહી માટે લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે. ગુજરાત અને અન્ય રાજ્યોના લોકગાયક, કવિઓ અને વક્તાઓ દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પ્રવાસન વિભાગ તથા કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા આ મેળાનું સાંસ્કૃતિક કાર્યક્રમ અને કારીગરોને ના સ્ટોલ સહિતના આયોજન થાય છે. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના વિચારને સાકાર કરતો આ મેળો ર018 થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના અરૂણાચલ પ્રદેશના ભીષ્માક નગરના રાજા ભીષ્મકની રાજકુમારી રૂક્મણિ સાથે માધવપુરમાં થયેલા વિવાહની શ્રદ્ધા સ્મૃતિમાં આ મેળો યોજાતો હોય છે. માધવરાય મંદિર ખાતે તેમજ રૂક્ષ્મણી મંદિર ખાતે પણ પરંપરા મુજબ વિવિધ પ્રસંગો, શોભાયાત્રા સહિતના માંગલિક દિવ્ય પ્રસંગો યોજાય છે.
સરકારી મહેમાનોની સંભવિત હાજરી
મેળાની મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે આ વખતે ભારત સરકારના કેટલાક ઉંચા હોદ્દેદાર અને કેન્દ્રીય મંત્રીઓના મેળામાં ઉપસ્થિત રહેવાની શકયતા છે. કેટલાક અહેવાલો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંભવિત મુલાકાત લઈ શકે છે. જો આવું થાય તો, આ મેળો રાષ્ટ્રીય સ્તરે વધુ મહત્વનો બની રહેશે.
વિશ્ર્વસ્તરે ગુજરાતના સંસ્કૃતિનાં પ્રસાર માટે પ્રયાસો
માધવપુરનો મેળો ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વ વિશ્વને સમક્ષ મૂકે છે. વિવિધ વિદેશી દૂતાવાસોના પ્રતિનિધિઓ પણ મેળાની મુલાકાત લઈ શકે છે. વિવિધ સત્તાવાળાઓ અને કલાકારો દ્વારા ગુજરાતની સંસ્કૃતિને વિશ્વભરમાં પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્રશાસન દ્વારા વિશેષ આયોજન
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ મેળાના સુચારુ આયોજન માટે વિશિષ્ટ તૈયારીઓ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં મેળાના વિવિધ આયોજનોની સમીક્ષા કરવામાં આવી. સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ, પીવાના પાણી, આરોગ્ય સુવિધાઓ, વીજળી પુરવઠા અને પાર્કિંગની વ્યવસ્થા માટે અલગ-અલગ સમિતિઓ ગઠિત કરવામાં આવી છે.
સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા
જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ મેળાના સ્થળે પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ પોકેટ પેટ્રોલિંગ, ઈઈઝટ કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને કમાન્ડ ક્ધટ્રોલ રૂમની વ્યવસ્થા કરવા સૂચના આપી. મેળામાં ભીડ વ્યવસ્થાપન માટે પોલીસના વધારાના દળો તહેનાત કરવામાં આવશે.
સફાઈ અને આરોગ્ય સેવાઓ
તંત્ર દ્વારા મેળાની સાફ-સફાઈ માટે વિશેષ ટીમો ગોઠવાઈ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર માટે મેડિકલ કેમ્પ અને એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રાખવામાં આવશે. સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે વિશેષ આયોજન કર્યું છે.