પેપર લીક કેસમાં દોષિત ઠરશે તો 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા પર પણ આકરી સજા થશે
આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે આ બિલ રજૂ કર્યું હતું. વિધેયકમાં પેપર લીક કરવા માટે કડક સજા અને દંડની જોગવાઈ છે. જો પેપર લીક કેસમાં દોષિત ઠરશે તો 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા પર પણ આકરી સજા થશે. ચાલો અમે તમને જણાવીએ કે, પેપર લીક અને કોપીના કયા કેસમાં કેટલી સજા અને દંડની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે.
- Advertisement -
દેશના વિવિધ રાજ્યોમાં પેપર લીક અને નકલની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ કાયદા પણ બન્યા છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેની વિરુદ્ધ કોઈ કાયદો નથી. ઘણા રાજ્યોમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષાઓ યોજવી પડી હતી. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં પેપર લીકજે લઈ પબ્લિક એક્ઝામિનેશન્સ (અયોગ્ય માધ્યમોનું નિવારણ-પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કર્યું હતું.
Bill to tackle entrance exam malpractices introduced in Lok Saba
Read @ANI Story | https://t.co/hRsYuCHpkr#Bill #LokSabha #EntranceExam #Malpractices pic.twitter.com/mvn8sMp3os
- Advertisement -
— ANI Digital (@ani_digital) February 5, 2024
પેપર લીક કરવા બદલ 10 વર્ષની જેલ
જો પેપર લીક કેસમાં દોષી સાબિત થશે તો ગુનેગારને 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. પરીક્ષા આપવાના કિસ્સામાં જો કોઈ અન્ય વ્યક્તિ દોષી સાબિત થશે તો 3 થી 5 વર્ષની જેલની સજા થશે અને 10 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા પેપર લીક અને નકલના કેસમાં સંડોવાયેલી હોવાનું જણાશે તો પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.
આવો જાણીએ આ બિલની જરૂર કેમ પડી ?
ન માત્ર ગુજરાત પણ રાજસ્થાન, તેલંગાણા, એમપી,, ઝારખંડમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને આ પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકાર પુન: પરીક્ષા માટે નાણાં ખર્ચે છે અને તેને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને પણ વિદ્યાર્થીઓના રોષનો સામનો કરવો પડે છે. UPSC, SSC, રેલ્વે, બેંકિંગ, NEET, મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતની વિવિધ પરીક્ષાઓ તેના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવી છે. રાષ્ટ્રપતિના સંબોધનમાં પેપર લીક પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પેપર લીક થવા કે નકલ થવાને કારણે લાખો ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
કોણ કરશે તપાસ ?
પેપર લીક અને નકલના કેસોની તપાસ નાયબ પોલીસ અધિક્ષક, મદદનીશ પોલીસ કમિશનર સ્તરના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. સરકારને કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપવાનો અધિકાર રહેશે. પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.