ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વ્યસન મુક્ત સમાજ રચનાના હેતુસર નશાબંધી નીતિના વ્યાપક પ્રચાર અને પ્રસાર માટે ગીર સોમનાથ જિલ્લાના પછાત વિસ્તારોમાં વ્યસન વિષયક જન જાગૃતિ માટે ત્રણ દિવસ દરમિયાન જન જાગૃતિ ટેબ્લોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત તાલાળા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર વગેરે તાલુકાના વિવિધ વિસ્તારોમાં ટેબ્લો દ્વારા વ્યસન મુક્તિ પત્રિકાનું વિતરણ કરી નશાબંધી નીતિ અંગે જાહેર જનતાને અવગત કરવા તેમજ જાગૃતિ કેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.સરકાર એક વ્યસન મુક્ત સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્યની રચના માટે કટિબદ્ધ છે. આ સમગ્ર આયોજન નશાબંધી અને આબકારી, જૂનાગઢના અધિક્ષકશ્રી બળભદ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નશાબંધી સબ ઇન્સ્પેકટર એસ.પી.મારૂ દ્વારા કરવામાં આવ્યું હતું.