યુ ટ્યુબ પર એક લાખ ફોલોઅર થતા સિલ્વર પ્લે બટન એનાયત થયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.09
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા લોકોમાં અવરનેશ અને જાગૃતિ લાલાવા માટે અનેક પ્રયાસો શરુ કર્યા છે.જેમાં અગાઉ નશા મુક્ત અભિયાન અંતર્ગત એક દોડનું આયોજન કર્યું હતું તેની સાથે શાળા, કોલેજોમાં મારુ જૂનાગઢ નશા મુક્ત જૂનાગઢ અભિયાન હેઠળ યુવાનોને જાગૃત કરવા અનેક સેમીનાર અને સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા શહેર થતા જિલ્લામાં ગેરકાયદેસર નશા કારક પદાર્થનું સેવન કરતા અને વેંચાણ કરતા ઈસમો સામે અનેકવાર ડ્રાઈવ યોજીને લોકોમાં અવરનેશ માટે જાગૃતિ ફેલાવી છે ત્યારે આજના યુગમાં સોશ્યલ મીડીયાના માધ્યમ યુવાનો વધુમાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસ શરુ કર્યા છે.ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સોશ્યલ મડિયાના પ્લેટફોર્મ પર એસપી જૂનાગઢ નામની આઈડી પર યુવાનો તથા વડીલો તેમજ સામાન્ય જીવન જીવતા લોકોમાં સાઇબર ક્રાઇમ તેમજ નશા કારક પદાર્થો વિષે યુ ટ્યુબ, ઇન્ટાગ્રામ, ફેસબુક સહીતના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જાગૃતિ ફેલાવી રહ્યા છે.ત્યારે જૂનાગઢ પોલીસે આ નવતર અભિગમ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.અને વધુમાં વધુ શહેરીજનો જોડાઈ રહ્યા છે.ત્યારે યુ ટ્યુબ પર એક લાખ ફોલોવર થતા સિલ્વર પ્લે બટન યુ ટ્યુબ ચેનલ દ્વારા જૂનાગઢ પોલીસને અર્પિત કરવામાં આવ્યું હતું.આજ રીતે રોજબરોજ પોલીસની આ અવરનેશ કામગીરી થી પ્રભાવિત થઇને વધુ જોડાતા થયા છે અને સરાહના કરી રહ્યા છે.