આપત્તી સમયે રાખવાની સાવચેતી વિશે લોકોને અપાયું માર્ગદર્શન
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.2
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત ભારે વરસાદ, પુરપ્રકોપ સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા માટે એનડીઆરએફ બટાલીયન કમાંડર શ્રી વી.વી.એન પ્રસન્નાકુમારનાં માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે. જે જિલ્લામાં કોસ્ટલ એરીયાના જુદા જુદા લો લાઈન ધરાવતાં વિસ્તારની મુલાકાત લઈ લોકોને આપતા સમયે તકેદારી રાખવા સમજૂત કરી રહી છે. એનડીઆરએફ ટીમના ઈન્સ્પેકટર કૈલાશ બાથમ , સુત્રાપાડા મામલતદાર શબી.પ્રજાપતી એનડીઆરએફ ટીમ સહિત વહીવટીતંત્રના સ્ટાફ સાથે સાથે રેસ્ક્યૂ કરવાની સ્થિતિનું નિર્માણ થાય એવા સુત્રાપાડા તાલુકાના લો લાઈન એરીયાની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લીધી હતી.
સુત્રાપાડા તાલુકાનાં પાણી ભરાતા તેમજ રેસ્ક્યુ કરવાની સ્થિતીનુ નિર્માણ થતા વિસ્તારો જેવા કે, કદવાર, હીરાકોટ બંદર, સુત્રાપાડા બંદર, વડોદરા ઝાલા સહિતનાં જગ્યાઓએ જઈને એનડીઆરએફની ટીમ લોકોને જાગૃત કરવા સાથે સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.
જેથી આફત સમયે ત્વરિત પગલા લઈ શકાય અને સ્થાનિક લોકો સાથે સંવાદ કરીને કોઈ પણ મુશ્કેલીના સમયમાં બચાવ કરવા માટે કેવા પગલાઓ ભરવા જોઈએ તેની સમજ સહિત વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું સત્વરે પાલન કરવું જેવી જાણકારી સહિતનું માર્ગદર્શન આપ્યું હતું.