શાહી શીશગઢ વિસ્તારમાં સાત મહિલાઓની ગળું દબાવીને હત્યા કરાઈ
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના શાહી શીશગઢ વિસ્તારમાં સાત મહિલાઓની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ તમામ હત્યાઓમાં એક સમાનતા છે બધામાં ગળું દબાવીને હત્યા થઈ છે જેથી સાયકો કિલરની થીયરીએ જોર પકડ્યું છે.
- Advertisement -
શાહી- શીશગઢમાં મહિલાઓની હત્યાના આરોપીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય શકમંદોના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા અને પોલીસ અધિકારીઓના ફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા .
2 જુલાઈના રોજ શાહીના હૌજપુર ગામની રહેવાસી મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. એક મહિનાથી વધુ સમય વીતી ગયો પરંતુ પોલીસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. આ પછી પોલીસે એક પછી એક અનેક શકમંદોને ઝડપી લીધા હતા અને પૂછપરછ કરી ત્રણ શકમંદોના દેખાવના આધારે સ્કેચ બહાર પાડવામાં આવ્યા હતા. એસપી માનુષ પારેકે કહ્યું કે જે લોકો આ સ્કેચ ઓળખી ગયા છે અમને જાણ કરે અમે તેમના નામ ગુપ્ત રાખીશું.
ગયા વર્ષથી હત્યાઓ
- Advertisement -
ગત 5 જૂનના શાહીના પરતાપુર ગામની રહેવાસી કલાવતીની લાશ જંગલમાં પડેલી મળી આવી હતી. તે બાદ 19 જૂનના રોજ કુલચા ગામની ધનવતીની લાશ શાહી રોડ પર શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. 30 જૂનના રોજ શાહીના આનંદપુર ગામની રહેવાસી પ્રેમવતીની શેરડીના ખેતરમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. 22 જુલાઈના શાહીના ખજુરિયા ગામની રહેવાસી કુસ્માની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. 23 ઓગસ્ટના શાહીના સેવા જ્વાલાપુર ગામની રહેવાસી વીરવતીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. 31 ઑક્ટોબરના શીશગઢના લખીમપુર ગામમાં શેરડીના ખેતરમાં વૃદ્ધ મહમુદાનની હત્યા કરવામાં આવી હતી. 20 નવેમ્બરના શાહીના ખરસૈની ગામમાં રહેતી વૃદ્ધ દુલારો દેવીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. 26 નવેમ્બરના શીશગઢના જગદીશપુર ગામમાં રહેતી ઉર્મિલા દેવીની સાડી વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.