રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ગેટ પર એન્ટ્રી કરનારા PSIએ કર્યો નશો
દારૂબંધી કડક અમલવારી જેની જવાબદારી છે તેવા પોલીસ વિભાગના અધિકારી જ પીધેલી હાલતમાં ઝડપાયા…!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીના ગુજરાતમાં દરરોજ દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. દારૂબંધી કડક અમલની વાતો વચ્ચે અમલની જેની જવાબદારી છે એવા પોલીસ વિભાગના પોલીસ કર્મીઓને દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં દીવા તળે જ અંધારું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. કચેરીમાં ફરજ પર રહેલા PSI બીજેન્દ્રસિંહે નશાની હાલતમાં ઝડપાયા છે. નશાની હાલતમાં PSI બિજેન્દ્રસિંહે ચૌહાણે મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું છે.
જે સમગ્ર મામલે પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. નશીલા પદાર્થનું સેવન કરેલું હોય તેવી હાલતમાં રાજકોટ પોલીસ કમિશનર ઓફિસમાં જ PSI ની ગેરવર્તણૂક સામે આવી હતી. સમગ્ર ઘટનાને લઈ PSI ને પ્રદ્યુમન નગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા છે. જ્યા PSI ની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.