PSI, બેય P.I. તથા ACP અને DCPને પણ અમારે ભાગ પહોંચાડવો પડે’ કોન્સ્ટેબલ વિજયગિરિનો સનસનીખેજ દાવો
દારૂ રેડનાં આરોપીનાં નિર્દોષ, માનસિક બીમાર પિતાને છોડવા કોન્સ્ટેબલ વિજયગિરિ ગોસ્વામીએ માંગ્યા 5 લાખ!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કાગડાંને તમે એરિયલનાં પાવડરથી નવડાવો, પછી તેને એરિયલ મેટિક લિક્વિડ નાંખીને દિવસો સુધી ઓટોમેટિક મશીનમાં ધમરોળી નાંખો તો પણ બહાર કાઢશો ત્યારે એ કાળો ને કાળો જ હશે. રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ કાગડાથી કમ નથી. ક્રાઈમ બ્રાન્ચનાં હવાલા કાંડમાં, ખંડણી કાંડમાં થોડાં મહિના પહેલાં જ અનેકનો ભોગ લેવાયો. રાજ્યભરમાં રાજકોટ પોલીસની બદનામી થઈ, રાજકીય દૃષ્ટિએ પણ સત્તાપક્ષને નીચાજોણું થયું. તેમ છતાં હજુ ક્રાઈમ બ્રાન્ચ સુધરતી જ નથી અને તેનાં વિવિધ પ્રકારનાં તોડકાંડ ચાલું જ છે. ગઈકાલે જ થયેલી દારૂની એક રેડમાં આરોપીને નહીં મારવા માટે અને તેનાં નિર્દોષ પિતાને છોડી મૂકવા માટે ક્રાઈમ બ્રાન્ચનાં કોન્સ્ટેબલ વિજયગિરિ ગોસ્વામીએ આરોપીનાં મિત્ર પાસેથી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી. આ અંગેની તમામ ઑડિયો ક્લિપનાં પુરાવાઓ ‘ખાસ-ખબર’ પાસે છે અને એ ઑડિયો ક્લિપની વાતો ખળભળાટ મચાવી નાંખે તેવી છે.
આ ક્લિપમાં કોન્સ્ટેબલ વિજયગિરિ ગોસ્વામી સાવ નકટા થઈને લાંચ માંગે છે અને આરોપીનાં મિત્ર ભાવતાલ કરાવે છે ત્યારે એમ પણ કહે છે કે, ‘આ પાંચ લાખમાંથી અમારે બેય પી.આઈ. (પી.આઈ. ધોળા અને પી.આઈ. જાડેજા) પી.એસ.આઈ. (ડામોર) અને ડી.સી.પી. (પાર્થરાજસિંહ ગોહિલ)ને પણ એમનો ભાગ પહોંચાડવો પડે, તેથી પાંચથી ઓછું કંઈ નહીં ચાલે!’
બનાવની વિગત એવી છે કે, તારીખ 13 જુલાઈનાં રોજ રાજકોટ નજીક નાકરાવાડી ખાતે ક્રાઈમ બ્રાન્ચનાં અજઈં ચેતન ચાવડા અને તેની ટીમે દારૂ પકડવા રેડ કરી હતી. હરપાલ ડોડિયા નામનાં શખ્સને ત્યાં થયેલી આ રેડમાં લગભગ 17 પેટી દારૂ (મેકડોવેલ, રોયલ સ્ટેગ) પકડાયો હતો પરંતુ હરપાલ હાથમાં આવ્યો ન હતો. પોલીસને થયું કે, હરપાલ નહીં તો તેનાં પિતા પણ ચાલશે! હરપાલનાં પિતા માનસિક રીતે બીમાર છે, અસ્વસ્થ છે, વર્ષોથી તેમની દવા પણ ચાલે છે. તેમ છતાં માત્ર તોડ કરવાનાં ઈરાદે પોલીસ તેનાં પિતા મહેશભાઈ ડોડિયાને ઉઠાવીને લઈ ગઈ. મહેશભાઈને ઉપાડી જવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર બ્લેક મેઈલિંગનો જ હતો- જે વિજયગિરિની ટેલીફોનિક ધમકીઓથી પુરવાર થાય છે. ગુનેગાર-આરોપીને પકડવામાં આવે તો તેની સામે કોઈ જ વાંધો ન હોય પરંતુ તેનાં નિર્દોષ પરિવારજનોનુ આ રીતે અપહરણ કરવું એ સદંતર ગેરકાનૂની અને આપરાધિક હરકત છે. દુ:ખ એ વાતનું છે કે, આટઆટલી ઠોકર પછી પણ ક્રાઈમ બ્રાન્ચનાં કેટલાંક કર્મચારીઓ સુધરતાં નથી.
- Advertisement -
વિજયગિરિ અને ASI ચેતન ચાવડાને રેકોર્ડિંગની ગંધ આવી ગઈ, બચવા માટે કેસ તત્કાળ કુવાડવા પોલીસમાં ટ્રાન્સફર
ટેલીફોન પર સતત વાતચિત અને આરોપીના મિત્રએ લાંચિયાઓનાં નામ કઢાવવા ઈરાદાપૂર્વક કરેલી કેટલીક વાતોથી વિજયગિરિ ગોસ્વામી અને એ.એસ.આઈ. ચેતન ચાવડાને રેકોર્ડિંગ થતું હોવાની અને કશુંક રંધાતું હોવાની ગંધ આવી ગઈ હતી. તેથી જ તેમણે પોતે ફસાય નહીં તે માટે આ કેસ તત્કાળ કુવાડવા પોલીસને સોંપી દીધો હતો. જો કે, એ પહેલાં જ એમની પાપલીલા ઑડિયોમાં કેદ થઈ ગઈ હતી.
‘50-60 હજારનું સાહેબને કહેતા પણ મને શરમ આવે!’
ઑડિયો ક્લિપમાં આરોપીનો મિત્ર 50-60 હજાર આપવાની વિજયગિરિને ઓફર કરે છે ત્યારે એ કહે છે: ‘50-60 હજારનું તો સાહેબને કહેતા પણ મને શરમ આવે!’ આરોપીનો મિત્ર કહે છે કે, ‘હરપાલનું કહેવું છે કે, કેસ તો તમે નોંધી દીધો છે, હવે માત્ર નહીં મારવાનાં પૈસા આપવાનાં છે!’ ત્યારે વિજયગિરિ કહે છે કે, ‘પાંચ લાખ આપશે તો એને નહીં મારીએ અને એનાં પપ્પાને પણ જવા દઈશું!’
વિજયગિરિને લાંચ માંગવામાં શરમ નથી આવતી, ઓછી લાંચમાં શરમ આવે છે!
વિજયગિરિએ કરેલાં દાવામાં કેટલું તથ્ય?
‘ડિવિઝનનું હોય તો એક લાખમાં પતાવી દઉં, ક્રાઈમ બ્રાન્ચમાં ઙજઈં, ઙ.ઈં., અઈઙ, ઉઈઙને પૈસા આપવા પડે!’
એક ઑડિયો ક્લિપમાં આરોપી હરપાલ ડોડિયાનો મિત્ર વિજયગિરિને એક લાખ રૂપિયા આપવા તૈયાર થાય છે ત્યારે વિજયગિરિ સ્પષ્ટ ના કહે છે અને છેલ્લાં ત્રણ લાખ માંગે છે. આ વાતચિતમાં એ આરોપીનાં મિત્રને કહે છે કે, ‘ડિવિઝનનો કેસ હોય તો હું હમણાં એક લાખમાં પતાવી દઉં, ક્રાઈમ બ્રાન્ચમાં અમારી ઉપર પી.એસ.આઈ. તથા પી.આઈ. અને એ.સી.પી. અને ડી.સી.પી. સાહેબને પણ દેવું પડે.’ વિજયગિરિનો આ દાવો ખરેખર ચોંકાવનારો છે. પાંચ લાખનો તોડ થાય તો એ.એસ.આઈ.- પી.એસ.આઈ. વગેરેનો ભાગ હોય એ તો સમજી શકાય છે- એ વગર કેઈસમાં ધીમા ચાલવું- ખોટું કરવું શક્ય નથી. પરંતુ શું ઊચ્ચ અધિકારીઓ તેમાં સામેલ હોઈ શકે? તપાસનો વિષય છે.
માત્ર માછલી નહીં, મગરમચ્છનો શિકાર જરૂરી
માત્ર વિજયગિરિને દંડવાથી કશું નહીં વળે, તેનાં ‘બોસ’ને પાઠ ભણાવો!
વિજયગિરિ ગોસ્વામી એક કોન્સ્ટેબલ છે- કેસની તપાસ, આરોપીને મારવો કે ન મારવો, અન્ય પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવો વગેરે સત્તા તેમની પાસે ન હોય તે સ્વાભાવિક છે તેથી એક વાત સ્પષ્ટ છે કે, ખંડણીના આ કાંડમાં વિજયગિરિથી મોટાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે. આ કિસ્સામાં માત્ર વિજયગિરિ જેવી માછલીઓ પર પગલાં લીધે કશું જ નહીં વળે, તેનાં આકા જેવાં અધિકારીઓ પર પણ કડક પગલાં જરૂરી છે.
‘50 હજારમાં કંઈ ન થાય, આ કંઈ શાક-બકાલું છે?’ વિજયગિરિ ગોસ્વામીની હોંશિયારી
‘ખાસ-ખબર’ પાસે કોન્સ્ટેબલ વિજયગિરિ અને આરોપીનાં મિત્ર વચ્ચેની અનેક ઑડિયો ક્લિપ છે. એક ક્લિપમાં વિજયગિરિ જ્યારે આરોપીનાં નિર્દોષ પિતાને છોડી મૂકવાનાં બદલામાં પાંચ લાખ રૂપિયા માંગે છે ત્યારે આરોપીનો મિત્ર કહે છે કે, હરપાલ ડોડિયા 50 હજાર રૂપિયા આપવા તૈયાર છે. આટલું સાંભળતાવેંત જ વિજયગિરિનો ખૂંટો છટકી જાય છે અને એ બોલે છે: ‘આ કંઈ શાક-બકાલું થોડું છે? આટલામાં નહીં થાય! કાગળ ચાલું થઈ ગયા છે, આરોપીને જલ્દી મોકલ, નહીંતર એનાં બાપા ખોટા ફિટ થશે!’ વાસ્તવમાં જોવા જોઈએ તો વિજયગિરિ સાવ હરામનાં પૈસા માંગતો હોવા છતાં તેણે પૂરેપૂરે સીનસપાટા કર્યા હતાં અને જાણે હક્કનાં પૈસા માંગી રહ્યો હોય એવો તેનો ટૉન હતો.
DCP-ક્રાઈમ પાર્થરાજસિંહ જેવાં નિષ્ક્લંક અધિકારીનુ નામ લેવાનું કારણ શું?
ક્રાઈમ બ્રાન્ચનાં ઉઈઙ પાર્થરાજસિંહ ગોહિલ તેમના શિસ્તપ્રિય અને પ્રામાણિક અભિગમ માટે જાણીતા છે. તેમનું નામ લેવા પાછળ વિજયગિરિ ગોસ્વામીનું પ્રયોજન સમજાતું નથી. શું તેઓ મોટી રકમ ખંખેરવા ઉઈઙ ગોહિલનું નામ વટાવી રહ્યાં હતાં કે આરોપી પર દબાણ આણી રહ્યાં હતાં? આ બધાં સવાલોનો જવાબ તેમની પાસેથી સ્વયં ઉઈઙ ગોહિલ જ માંગશે- તે નક્કી છે.
‘ખાસ-ખબર’ પાસે આરોપીનાં મિત્ર અને ક્રાઈમ બ્રાન્ચનાં વિજયગિરિ ગોસ્વામી વચ્ચેની વાતચીતની અનેક ઑડિયો ક્લિપ, આ ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો…