મણિરત્નમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પોન્નિયિન સેલ્વને બૉક્સ ઑફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે. ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મે 2 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કર્યો છે.
પીએસ-1 વર્લ્ડ વાઈડ 100 કરોડથી ઉપરનો બિઝનેસ કરવામાં રહી સફળ
- Advertisement -
મણિરત્નમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પોન્નિયિન સેલ્વને રિલીઝની સાથે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે. આ ઐતિહાસિક મહાકાવ્યએ વિશ્વભરમાં કમાણીનો ડંકો વગાડ્યો છે. વિક્રમ વેધાને પાછળ રાખીને પીએસ-1 વર્લ્ડ વાઈડ 100 કરોડથી ઉપરનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. વિક્રમ, જયમ રવિ, કાર્થી, તૃષા અને ઐશ્વર્યા રાય બચ્ચન જેવા સેલિબ્રિટીઓથી ભરપૂર આ ફિલ્મને દરેક રીતે સારા રિવ્યુ મળી રહ્યાં છે.
પીએસ-1 ફિલ્મે બીજા દિવસે છપ્પરફાડ કલેકશન કર્યુ
પોન્નિયિન સેલ્વનની બીજા દિવસનો બૉક્સ ઑફિસ રિપોર્ટ પણ સામે આવ્યો છે. પહેલા દિવસે જ્યારે ફિલ્મે શાનદાર કમાણી કરી તો બીજા દિવસે પણ તેણે છપ્પરફાડ કલેકશન કર્યુ છે. આ ફિલ્મ દ્વારા ઐશ્વર્યા રાય બચ્ચને લાંબા સમય બાદ રૂપેરી પડદે વાપસી કરી છે. આ શુક્રવારે 30 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી પીએસ-1નો સીધો મુકાબલો વિક્રમ વેધા સાથે હતો. જો કે, ઋત્વિક રોશન અને સૈફ અલી ખાનની આ ફિલ્મ ઐશ્વર્યા રાયની આગળ પાણી ભરી રહી છે. પીએસ-1ને લઇને દર્શકોમાં ઘણુ કૂતુહૂલ છે.
- Advertisement -
View this post on Instagram
100 કરોડને પાર પહોંચી PS-1
500 કરોડ રુપિયાના બજેટમાં બનેલી પોન્નિયિન સેલ્વને પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 78.29 કરોડ રૂપિયાનુ કલેક્શન કર્યુ હતુ. જો કે, હિન્દી ભાષામાં પહેલા દિવસે ફિલ્મની કમાણી આશરે 2 કરોડ રહી હતી. હવે જાણવા મળ્યું છે કે ફિલ્મે બીજા દિવસે 100 કરોડનો આંકડો પાર કર્યો છે. આ સાથે પીએસ-1 સૌથી ઝડપથી 100 કરોડના ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની ગઇ છે.
વિક્રમ વેધાને ચટાડી ધૂળ
ઘરેલુ બોક્સ ઓફિસની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 36.5 કરોડ રૂપિયાનુ કલેક્શન કર્યુ હતુ. બીજા દિવસે આ આંકડો થોડો નીચે આવ્યો અને ફિલ્મે 32.50 કરોડનો બિઝનેસ કર્યો. આ સાથે ભારતમાં તેનુ કુલ કલેક્શન 69 કરોડની આજુબાજુ પહોંચ્યુ. ઉલ્લેખનીય છે કે, પીએસ 1 એક હિસ્ટોરિકલ ડ્રામા છે, જેની કહાની ચોલ સામ્રાજ્યના ઈતિહાસ પર આધારિત છે.