કોલસાની ગેરકાયદે ખાણ શરૂ થાય તે પૂર્વે જ પ્રાંત અધિકારીએ દરોડો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરીથી ગેરકાયદેસર કોલસાની ખાણો શરૂ થઈ રહી છે જેમાં થાનગઢના જામવાડી ખાતે કોલસાની ખાણ શરૂ થાય તે ફેરવે પ્રાંત અધિકારી અને તેઓની ટીમ દ્વારા દરોડો કરી ત્રણ લાખ રૂપિયાના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર થાનગઢ પંથકના જામવાડી ખાતે ગેરકાયદેસર કોલસાનું ખનન શરૂ કરવા માટે ખાણો શરૂ કરી હતી જે અંગેની જાણ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને થતા જ ટીમ સહિત પ્રાંત અધિકારી જામવાડી ખાતે દરોડા કરી કોલસાના ગેરકાયદેસર ત્રણ નવી ખાણો અને બે જૂની ખાણોમાંથી પાણી કાઢવાનું શરૂ હોવાથી કુલ પાચ ખાણો પરથી ત્રણ ડીઝલ એન્જિન તથા ત્રણ ડીઝલ એન્જિન મૂકવા માટેના સેટઅપ સહિત ત્રણ લાખનો મુદામાલ જપ્ત કરી ખનિજ માફીયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.