દુકાનધારકે સરકારી અનાજની 64 બોરી બારોબર વેચી મારી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે સરકારી અનાજને વેચાણ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં છેલા દશેક દિવસમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા બે સ્થળે દરોડા કરી ગરીબોના ભાગનું સરકારી અનાજ બરોબર સગેવગે થતું હોવાના કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો ત્યારે ફરી એક વખત થાનગઢ ખાતે પણ આ પ્રકારે જ સરકારી અનાજનો જથ્થો બરોબર વેચાણ થતો હોવાના કૌભાંડને પ્રાંત અધિકારી દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. જેમાં થાનગઢ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાન ધારક ગરીબોનું અનાજ બરોબર સગેવગે કરવાની ફિરાકમાં હોવાની માહિતી પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને મળતા બુધવારે રાત્રિના સમયે સસ્તા અનાજની દુકાન આસપાસ વોચ ગોઠવી હતી જેમાં વહેલી સવારે દુકાન ધારક વિજય લાલજીભાઈ પરમાર દ્વારા સરકારી અનાજનો જથ્થો મોતીભાઈ પ્રજાપતિ રહે: વિજળીયા વાળાની બોલેરો વાહનમાં નાખી લઇ જતા હોય તેવા સમયે પ્રાંત અધિકારીએ દરોડા કાર્ડ બોલેરો કાર ચાલક કાર લઈને નાશી ગયો હતો જે દરમિયાન દુકાન ધારક વિજય લાલજીભાઈ પરમારને પૂછપરછ કરતાં બોલેરો કારમાં 35 બોરી ઘઉં અને 15 બોરી ચોખાની વેચાણ કરી હોવાનું જણાવ્યું હતું આ સાથે દુકાનમાં સ્ટોક ગણતરી કરતા અનાજની 14 બોરીની ઘટ આવી હતી જેથી થાનગઢના આંબેડકરનગર વિસ્તાર ખાતે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી કુલ 64 બોરી કાળા બજાર કરી હોવાનું સામે આવતા દુકાન ધારક વિજય લાલજીભાઈ પરમાર વિરુધ કથવાહી હાથ ધરી છે.