બેંક ખાતાઓમાં નાણાંકીય લેવડદેવડના ગ્રાહકોને એસએમએસ મોકલવામાં આવે છે. તેવી જ રીતે હવે કર્મચારી ભવિષ્ય નિધિ (પ્રોવીડન્ટ ફંડ)ના નાણા ખાતામાં જમા થતા જ ખાતેદારને એસએમએસથી જાણ કરાશે.
માલીકો દ્વારા કર્મચારીઓનાં પીએફના નાણા સમયસર જમા કરવામાં આવતા નથી તેના પર લગામ કસવા આ સીસ્ટમ દાખલ કરવાની તૈયારી થઈ છે. સમયસર નાણા જમા ન થવા વિશે કર્મચારી ફરીયાદ કરે તો ત્વરીત પગલા લેવા માટે કોલ સેન્ટરની વ્યવસ્થા પણ વધુ અસરકારક બનાવાશે.
- Advertisement -
સુત્રોએ કહ્યું કે કંપનીઓ-માલીકો કર્મચારીનાં પીએફનાં નાણા પગારમાંથી કપાત કરતા હોવા છતા જમા કરાવતા ન હોવાની વ્યાપક ફરીયાદો હોય છે.કર્મચારીઓ અજાણ જ હોય છે. આ સ્થિતિ નિવારવા બેંકીંગ સેકટરની જેમ એસએમએસ વ્યવસ્થા ગોઠવાશે અને માસીક યોગદાનની જાણકારી દર મહિને એસએમએસથી મોકલાશે.