ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થીની હત્યા મામલે રાજકોટમાં વિરોધ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા જસ્ટિસ ફોર સિદ્ધાર્થના નારા લગાવવામાં આવ્યા હતા અને પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ તકે 30થી વધુ કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કેરળમાં વિદ્યાર્થીની હત્યા બાદ રોષ ફેલાયો છે, ત્યારે આજે અઇટઙ કાર્યકરોએ રાજકોટ વિરોધ નોંધાવ્યો હતો.
- Advertisement -
રાજકોટ ABVPના મહાનગર મંત્રી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થનની નિર્દયતાથી હત્યા કરવામા આવી. વિદ્યાર્થીની હત્યાએ માત્ર પશુ ચિકિત્સક સમુદાયને જ આંચકો આપ્યો નથી, પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. સિદ્ધાર્થનની ઘાતકી હત્યાના આરોપી SFIગુંડાઓને કડક સજા મળવી જોઈએ અને સિદ્ધાર્થ અને તેના પરિવારને ન્યાય મળવો જોઈએ. વિદ્યાર્થી કાર્યકરોએ JUSTICE FOR SIDHARTH સાથે ન્યાયની માંગ કરી હતી.