-ફેન્ચ રાજકારણીઓએ ઘટનાની નિંદા કરી
ફ્રાન્સમાં ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર સામે પેન્શન સુધારણા નીતિ સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ પ્રદર્શનની વચ્ચે રાષ્ટ્રપતિ મેક્રોનની પત્ની બ્રિજેટ મેક્રોનના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલીવાર નથી, આ પહેલા પણ તેના પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે.
- Advertisement -
હુમલાની નિંદા કરતા બ્રિજેટે કહ્યું- “હું મારા પરિવાર સાથે છું. હું ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી સતત તેમના સંપર્કમાં છું. મેં ઘણી વખત આવી હિંસાની નિંદા કરી છે, જે ફક્ત ખરાબ તરફ દોરી જાય છે.” જીન-બેપ્ટિસ્ટ ટ્રોગ્ને, 30, ઉત્તરી ફ્રાન્સના એમિન્સ ખાતે પરિવારની ચોકલેટની દુકાન ચલાવે છે. તમને જણાવી દઈએ કે બ્રિજેટ મેક્રોનનો પરિવાર સતત છ પેઢીઓથી ચોકલેટનો બિઝનેસ કરી રહ્યો છે.
તેના સંબંધીએ જણાવ્યું કે તે ચોકલેટની દુકાનથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો. તેના પિતા જીન-એલેક્ઝાન્ડ્રે ટ્રોગ્ને જણાવ્યું હતું કે ભાગી જતા પહેલા હુમલાખોરોએ રાષ્ટ્રપતિ, તેની પત્ની અને પરિવારના સભ્યો સામે અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા.
આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવતા, એમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ પેન્શન સુધારણા નીતિને વળગી રહેશે, જેમાં નિવૃત્તિની વય 62થી વધારીને 64 કરવાની માંગ કરવામાં આવી છે. અન્ય ફ્રેન્ચ રાજકારણીઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે.