વિહિપ – બજરંગ દળ દ્વારા સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જિલ્લા ભરમાં વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો દ્વારા ઝાંસીની રાણીના સર્કલ પાસે હરિયાણા ઘટના નો વિરોધ કર્યો હતો એજ રીતે મેંદરડા અને કેશોદ સહીત શહેરોમાં સુત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
હરિયાણાના નૂહ, મેવાતમાં હિંદુ આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન પાંડવ-યુગના નલ્લાહદ શિવ મંદિરની ધાર્મિક યાત્રા દરમિયાન જેહાદીઓ દ્વારા તીર્થયાત્રીઓ પર ટેકરીઓ પરથી ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને સીધી ગોળીઓ વરસાવી હતી. જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગ લગાડવામાં આવી હતી.બે પોલીસ હોમગાર્ડના મૃત્યુ થયા છે અને યાત્રાળુઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા છે, જેના વિરોધમાં જિલ્લા ભરમાં વિહિપ અને બજરંગ દળ ના કાર્યકરો દ્વારા હુમલાની ઘટના વખોડી કાઢી હતી અને સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.