અમદાવાદ VHPએ મમતા બેનર્જીનું પૂતળું બાળતાં પોલીસ સાથે ઘર્ષણ; રાજકોટમાં આવેદનપત્ર પાઠવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે ગુજરાતભરમાં વિરોધપ્રદર્શન યોજાઈ રહ્યાં છે. જ્યાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ મમતા બેનર્જીનું પૂતળું બાળી વિરોધ નોંધાવતાં પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું. જ્યારે વડોદરામાં હાથમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરી પહોંચી જય શ્રીરામ નારા સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. તો રાજકોટમાં પણ મુર્શિદાબાદમાં હિંદુઓની થયેલી હત્યા મામલે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગઈંઅને તપાસ સોંપવાની માગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી થયેલી હિંદુઓની નિર્મમ હત્યા, તોફાન, આગચંપી, હિંસા, લૂંટફાટ અને વિશાળ પાયે થયેલા સ્થળાંતરના બનાવોની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, સાથે જણાવ્યું હતું કે વિરોધપ્રદર્શન તો દેશભરમાં થાય છે, પરંતુ હિંસા અને હિંદુઓ પરના હુમલા મોટેપાયે બંગાળમાં જ શા માટે થાય છે?, મુર્શિદાબાદની સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તપાસ થાય અને બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવે, ઉપરાંત પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશથી મુસ્લિમોની ઘૂસણખોરી બંધ કરવામાં આવે એવી માગ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.
વિશ્વ હિંદુ પરિષદ – રાજકોટના આશિષ શેઠે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ પર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી મૌન ધારણ કરે છે. જ્યારે તેઓ પોતે કહે છે કે આ હુમલાઓ પૂર્વનિયોજિત હતા, જેમાં વિદેશી બાંગ્લાદેશીઓનો હાથ છે અને એ આંતરરાષ્ટ્રીય મામલો છે, તો પછી પણ તેઓ એનઆઈએ તપાસની માગ શા માટે નથી કરતી?. અમારું માનવું છે કે પીડિત હિંદુઓને ન્યાય મળવો જોઈએ અને હુમલાખોરોને કડક સજા થવી જોઈએ. જેમની સંપત્તિ લૂંટાઈ છે, સળગાવવામાં આવી છે અથવા ખંડિત કરવામાં આવી છે તેમની તાત્કાલિક ભરપાઈ થવી જોઈએ અને હિંદુઓને રાજ્યમાં સુરક્ષા મળે.
- Advertisement -
તેમણે વધુમાં કહ્યું હતું કે મુર્શિદાબાદમાંથી માલદા સ્થાયી થવા મજબૂર થયેલા હિંદુ પરિવારોના દુ:ખ પર છાંયો પાડવાની કે તેમને વાત જ છોડી દો. રાજ્ય સરકારે જે સમાજસેવી સંસ્થાઓ આ પીડિત બહેનો, દીકરીઓ, બાળકો, વૃદ્ધો અને અન્ય લોકોની મદદ માટે આગળ આવી હતી. તેમને ભોજન, પાણી કે જીવન જરૂરિયાતની સુવિધાઓ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ શાસનનું કડક વલણ જોવા મળ્યું. ગઈકાલથી તેમની સહાયને પણ રોકી દેવામાં આવી છે. સરકાર કહે છે કે રાહત સામગ્રી અમને આપો, અમે વહેંચીશું. આ કેવો વ્યવહાર છે? જો શાસન પોતે વહેંચવાનું હતું તો પછી સમાજસેવી સંસ્થાઓને આગળ આવવાની જરૂર શું?



