ટોલ પ્લાઝા સમિતિના આગેવાનોએ ટોલ એડમીન વિભાગના મેનેજર સાથે બેઠક કરાયા બાદ હાલ પુરતો મામલો થાડે પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ મહુવા, તા.2
- Advertisement -
મહુવા તાલુકાના લોગડી ગામ નજીક ટોલ પ્લાઝાને લઇને લોકોમા વિરોધ જોવા મળ્યો છે. લોગડી ટોલ પ્લાઝા જે ગત 20 જુલાઇના રોજ શરૂ કરવામા આવ્યો છે. ત્યારે અહીં લોગડી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકો પાસેથી અવરજવર દરમિયાન 200 રૂપિયા જેવો ટોલ લેવામા આવે છે જેથી લોકોમા ભારે વિરોધ જોવા મળ્યો છે. ત્યારે આ ટોલના વિરોધમાં ટોલ પ્લાઝા સમિતિ દ્વારા આજે રોહીસા ચોકડી નજીક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
જેમા વિવિધ આગેવાનોએ સભા સંબોધીને લોકોના પ્રશ્ન સાંભળ્યા હતાં. આ ટોલના વિરોધમાં ટ્રાન્સપોર્ટ એસોસિયેશન, ટ્રાવેલ્સ, ટેક્સી એસોશિયન સહીત મોટી સંખ્યામા આસપાસના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. જે બાદ આગેવાનોએ લોગડી ટોલ પ્લાઝા ખાતે પહોચ્યા અને ટોલ એડમીન વિભાગના મેનેજર સાથે આગેવાનોએ દ્વારા મામલો થાડે પાડવાની બેઠક યોજી હતી. આ બેઠકમાં મહુવા પંથકના લોકોને અવરજવર દરમિયાન ટોલનો પાસ આપવામા આવશે. આ બેઠક બાદ હાલ પુરતો મામલો થાડે પડ્યો છે જોકે હજી હાઈકોર્ટ સુધી જવાની ચિમકી આંદોલન કારીઓએ ઉચ્ચારી છે. ટોલ પ્લાઝાને એડમીન મેનેજર દ્વારા જણાવેલ કે, અહીના 20 કિલોમીટર રાઉન્ડ વિસ્તારના સ્થાનિક લોકો માટે પહેલેથી જ પાસ કાઢી આપવામા આવી રહ્યા છે. અને તમામ પ્રક્રીયા નેશનલ હાઇવે ઓથોરીટી ના નિયમ પ્રમાણે કરવામા હોવાનુ જણાવેલ. આ સાથે એ.એસ.પી, પીઆઇ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામા પોલીસ કાફલા સાથે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો.