8 સાંસદોની અટકાયત, 2 કલાક પછી પોલીસે છોડી મૂક્યા: કોલકાતામાં આજે મમતાની રેલી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પશ્ર્ચિમ બંગાળમાં ઝખઈના ઈંઝ સેલના ચીફના ઠેકાણાઓ પર ઊઉના દરોડાના વિરોધમાં શુક્રવારે ઝખઈએ દિલ્હીથી લઈનો કોલકાત્તા સુધી વિરોધ પ્રદર્શન કર્યું. શુક્રવારે સવારે, પાર્ટીના આઠ સાંસદોએ દિલ્હીમાં ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ડેરેક ઓ’બ્રાયન, મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સાંસદોએ બંગાળમાં મોદી-શાહની ગંદી યુક્તિઓ નહીં ચાલેના સૂત્રોચ્ચાર કર્યા. દિલ્હી પોલીસે સાંસદોને હટાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ધક્કામુક્કી થઈ, કેટલાક સાંસદો પડી પણ ગયા. પોલીસે સવારે 10 વાગ્યે સાંસદોની અટકાયત કરી અને બપોરે 12 વાગ્યે છોડી મુક્યા હતા. મહુઆએ કહ્યું- જુઓ, ચૂંટાયેલા સાંસદો સાથે કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
આ તરફ, પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં કેન્દ્રીય તપાસ એજન્સી પ્રવર્તન નિર્દેશાલય (ઊઉ)ની કાર્યવાહીના વિરોધમાં બપોરે રેલી કરશે.
મમતાને કૌભાંડોનો પર્દાફાશ થવાનો ડર: રવિશંકર પ્રસાદ
ભાજપ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદમાં સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું, ‘એક ખાનગી કંપનીના કાર્યાલય પર દરોડો પાડવામાં આવ્યો હતો. અમને સમજાતું નથી કે મમતા આ અંગે આટલી ચિંતિત કેમ છે.’ તેમને ડર છે કે તેમના કૌભાંડોના રહસ્યો ખુલ્લા પડી જશે. પ્રસાદે કહ્યું કે તપાસને અવરોધિત કરવી એ કાયદાનું ઉલ્લંઘન છે. જનતા મમતાનો હિસાબ જનતા કરશે.
મામલો હાઈકોર્ટ પહોંચ્યો, આજે સુનાવણી
પુરાવાઓ સાથે ચેડાં કરવાના મામલે ઊઉએ કલકત્તા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. બીજી તરફ, ઈં-ઙઅઈએ પણ સર્ચની કાયદેસરતાને પડકારી છે. આ કેસની સુનાવણી શુક્રવારે જસ્ટિસ સુવરા ઘોષની બેન્ચમાં થશે. જ્યારે, પ્રતીક જૈનના પરિવારે શેક્સપીયર સરણી પોલીસ સ્ટેશનમાં ઊઉ અધિકારીઓ વિરુદ્ધ મહત્વપૂર્ણ દસ્તાવેજોની ચોરીનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.



