ગંગાજળ છાંટી ઘર બહારની જગ્યા ભૂદેવો દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ભૂદેવ સેવા સમિતિ અને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા કયા રોડ પર આવેલ કનૈયા ચોક પાસે વિજ્ઞાન જથાના જયંત પંડ્યાના ઘરની બહાર ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવામાં આવ્યું.. બે દિવસ પહેલા સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે ભૂદેવ માં આક્રોશ જોવા મળી રહ્યો હતો જેને લઈને રાજકોટના ભૂદેવ સેવા સમિતિના બ્રાહ્મણો અને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિજ્ઞાન જથ્થાના પંડ્યા પર લગાડતા જણાવ્યું હતું કે જે રીતે જયંત પંડ્યાએ સત્યનારાયણની કથા બંધ કરવામાં આવી હતી તે પૂર્ણ કરવામાં આવશે આવતીકાલે સાંજે 5 વાગ્યે તેના ઘર બહાર કથા કરીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે. તેવું ભૂદેવ સેવા સમિતિ અને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારાસંયુક્ત પણે જણાવ્યું હતું.