રામ ધૂન બોલાવતા કૉંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
- Advertisement -
મોરબી શહેરમાં રોડ રસ્તા ગંદકી સહિતના પ્રશ્ને અનેક આવેદન આપવા છતાં તંત્ર કોઈ કામગીરી કરતુ નથી ત્યારે આજે કોંગ્રેસ દ્વારા રામધુન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસી કાર્યકરોએ રામધુન બોલાવી નગરપાલિકા ને સદ્બુદ્ધિ આપે તેવા નારા લગાવતા પોલીસે કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.
મોરબી શહેરમાં ગંદકી, ઉભરાતી ગટર, રોડ રસ્તા તેમજ રસ્તે રખડતા પશુઓના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા આવેદન આપ્યા બાદ પણ કોઈ કામગીરી કરવામાં આવી ના હતી જેથી આજે કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ હાય હાયનાં ઉગ્ર નારા લગાવ્યા હતા જેથી પોલીસે કાર્યકરોને ડીટેઈન કર્યા હતા