નાગરિકોના રાજકમલ ચોક ખાતે પ્રતિક ઘરણા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ ખાતે બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઇ અમરેલી શહેરીજનોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. અમરેલી શહેર ઉપર દરરોજ માટે પાઇલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો હતો. અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે સમર્પિત સમિતિના પ્રબુધ્ધ નાગરિકો દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન શહેર પર ઉડતા જે બંધ કરવાની માંગ સાથે પ્રતિક ઘરણા પર ઉતર્યા હતાં. અને સવારે 10 થી સાંજે 6 સુધી ઘરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. અમરેલી શહેર પર ઉડતા પ્લેન ને કારણે જોખમ હોવાથી ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ ઉઠી રહી છે. ટ્રેનિંગ સેન્ટરના પ્લેન વાડી વિસ્તાર, ખેતરો તરફ ઉડાવવાની સમર્પિત સમિતિ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ બાબતે અગાઉ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને શહેર ઉપર પ્લેન ઉડતા બંધ કરવાની કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. છતાં પણ અમરેલી શહેર પ્લેન ઉડતા બંધ નહીં થતાં અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે સમર્પિત સમિતિ દ્વારા એકઠા થઇને ભારે રોષ સાથે પ્રતિક ઘરણા ઉતર્યા હતાં.
- Advertisement -
આ બાબતે નગરપાલિકાના સદસ્ય સુરેશભાઇ શેખવાએ જણાવ્યું હતું કે, અમરેલી શહેર ઉપર દરરોજ માટે પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડી રહ્યા છે અને તેની માનવ વસાહત વચ્ચે ટેકઓફ અને લેન્ડિંગ કરવામાં આવે છે. અને શહેરમાં સ્કૂલ, હોસ્ટેલ, રમત ગમત મેદાનો અને રહેણાંકી વિસ્તારો પર જોખમી રીતે પ્લેન ઉડી રહ્યા છે. જેને લઇ આ બાબતે ઉપવાસ પર બેઠા છે. અને હવે પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવામાં નહીં આવે તેમજ માનવ વસાહતથી દૂર કરવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરીશું. તેમજ કદાચ એરપોર્ટને પણ ઘેરાવો કરીશું. અને રનવે ખોદી નાખવામાં આવશે. ત્યારે પ્લેન સતત ઉડતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. અમારી એક જ માંગ છે કે, અમરેલી શહેર ઉપર ઉડતા પ્લેનનો રૂટ ચેન્જ અને માનવ વસાહતથી દૂર આવે કરવામાં આવે તેવી માંગણી છે.