યુદ્ધથી કંટાળી ગયેલા હજારો પેલેસ્ટિનિયનો રસ્તા પર ઉતરી આવ્યા, હમાસને ઉખેડી ફેંકવાના નારા લગાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગાઝા, તા.27
ગાઝામાં ત્રણ સ્થળોએ મંગળવારે હમાસ વિરુદ્ધ દેખાવો થયા હતા, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. લોકોએ હમાસને આતંકવાદી સંગઠન ગણાવ્યું અને તેને સત્તા છોડવાની માંગ કરી હતી. ઇઝરાયલ-ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો હમાસ વિરુદ્ધ એકજૂટ થઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો ‘હમાસ બહાર જાઓ, હમાસ આતંકવાદી છે’, ‘અમે હમાસને જડમૂળથી ઉખેડી નાખવા માંગીએ છીએ’ જેવા નારા લગાવી રહ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોએ ’યુદ્ધ બંધ કરો’ અને ’બાળકો પેલેસ્ટાઈનમાં રહેવા માંગે છે’ એવા પોસ્ટર હાથમાં લઈને બેઠા હતા. હમાસના આતંકીઓએ વિરોધ કરી રહેલા લોકો પર હુમલો કર્યો હતો તેઓએ તેમને માર પણ માર્યો અને તેમને ખદેડવાનો પ્રયાસ કર્યો.
- Advertisement -
આ માસ્ક પહેરેલા આતંકીઓ પાસે હથિયારો હતા. હમાસના ટીકાકાર ગણાતા સામાજિક કાર્યકરોએ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ કર્યા હતા. પ્રદર્શનકારીઓએ કતાર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી ન્યૂઝ ચેનલને પણ નિશાન બનાવી હતી. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે હમાસના વિરોધીઓએ ટેલિગ્રામ પર પ્રદર્શનમાં જોડાવા મોહમ્મદ નામના એક વ્યક્તિએ જણાવ્યું મને ખબર નથી કે વિરોધ કોણે આયોજિત કર્યો. મેં ભાગ લીધો કારણ કે હું યુદ્ધથી કંટાળી ગયો છું, મોહમ્મદે ઓળખના ડરથી પોતાનું આખુ નામ જાહેર કર્યું ન હતું. એક પ્રદર્શનકારીએ કહ્યું, ’લોકો મીડિયા પાસે આ ઘટનાઓને કવર કરવાની માંગ કરી રહ્યા છે. લોકો આઝાદીની માંગ કરી રહ્યા છે, તેઓ ગાઝા સામે દુશ્ર્મનાવટ બંધ કરવાની માંગ કરી રહ્યા છે. હમાસ સમર્થકોએ આ પ્રદર્શનોને અવગણવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આમાં ભાગ લેનારા ’ગદ્દાર’ છે.