ગુંડાઓને સ્થાનિક તૃણમુલ કાર્યકર્તાઓ અને પોલીસનું સમર્થન છે: અખિલ હિન્દ મહિલા પરિષદ
ખાસ-ખબર સંવાદદાતા
પશ્ર્ચિમ બંગાળમાં મહિલાઓ, બાળકો અને પરિવારો પર થયેલા અમાનવીય અત્યાચારો અને હિંસા દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાંચ જાન્યુઆરીએ ટી.એમ.સી. નેતા શાહજહા શેખના ઘરે દરોડો પાડવા ગયેલી ઈ.ડી.ની ટીમ પર હુમલો થયો હતો અને અચાનક ગામ સંદેશખાલી ચર્ચામાં આવી ગયું છે. આ માત્ર પશ્ર્ચિમ બંગાળ પ્રશાસન અને પોલીસ વિભાગની નિષ્ફળતાનું કારણ છે. આમાં ધાર્મિક અને રાજનીતિ મુદ્દાઓ પણ સામેલ છે ત્યારે આ બનાવનો ઓજસ્વીની નારી શક્તિ સમિતિ રાજકોટ મહાનગર અને અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક ગુંડાઓ દ્વારા જમીન પચાવી પાડવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. મહિલાઓની જાતિય સતામણી, છેતરપિંડી અને બાળકોને માર મારવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. આરોપ છે કે ગુંડાઓને સ્થાનિક તૃણમુલ કાર્યકર્તાઓ અને પોલીસનું સમર્થન છે જેના કારણે અત્યાચારની એફ.આઈ.આર. પણ નોંધાઈ શકી નથી ત્યારે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.