મનપાના બજેટમાં 41 વિકાસકામનો સમાવેશ કરવા ખકઅ ઉદય કાનગડની ભલામણ
ઉદય કાનગડે કરેલી ભલામણમાં પાણી, ડ્રેનેજ અને રસ્તાની સાથે આધુનિક સુવિધાઓ જેવી કે સ્પોર્ટ્સ સંકુલ અને લાઈબ્રેરી પર વિશેષ ભાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે વિધાનસભા-68માં આવનારા સમયમાં સુવિધાઓનો ધરખમ વધારો થવા જઈ રહ્યો છે. વર્ષ 2026-27ના આગામી વાર્ષિક અંદાજપત્રમાં આ વિસ્તારના 31 જેટલા નવા વિકાસકામોનો સમાવેશ કરવા માટે ખાસ ભલામણ કરવામાં આવી છે. આ યાદીમાં પાયાની જરૂરિયાતો જેવી કે પાણી, ડ્રેનેજ અને રસ્તાની સાથે આધુનિક સુવિધાઓ જેવી કે સ્પોર્ટ્સ સંકુલ અને લાઈબ્રેરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
રેલનગર વિસ્તાર બનશે સુવિધાસભર હબ દરખાસ્તમાં રેલનગર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મહત્વના પ્રોજેક્ટ્સ સૂચવવામાં આવ્યા છે. જેમાં આસ્થા ચોક પાસે કોમ્યુનિટી હોલ, અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ, સ્વિમિંગ પૂલ, જિમ અને નવી લાઈબ્રેરીનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. આ સુવિધાઓથી રેલનગરના રહિશોના જીવનધોરણમાં મોટો સુધારો જોવા મળશે.
ટ્રાફિક અને બ્રીજની સમસ્યાનું નિરાકરણ વોર્ડ નં. 4 માં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બેડી ચોકડી-મોરબી રોડ અને શેફોન વિલા પાસે નવા બ્રીજ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત, ભગવતીપરા અને 150 ફૂટ રીંગ રોડને જોડતા રસ્તાઓ પર ડિવાઈડર અને પેવિંગ બ્લોકની કામગીરી પણ સૂચવવામાં આવી છે. પોપટપરાના નાલા પાસે વોટર-વે લાઈન નાંખવા જેવી જૂની સમસ્યાઓના ઉકેલને પણ બજેટમાં સ્થાન આપવા જણાવાયું છે. જૂના પડતર કામોને અગ્રતા નવા કામોની સાથે વર્ષ 2025-26ના બજેટમાં મંજૂર થયેલા પરંતુ હજુ સુધી શરૂ ન થયેલા 10 જેટલા કામોને પણ આ વર્ષે પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. જેમાં કુવાડવા રોડ-પેડક રોડનું રિ-કાર્પેટિંગ, શાળા નં. 99નું નવું બિલ્ડિંગ અને ગ્રીનલેન્ડ ચોકડીનું બ્યુટિફિકેશન સામેલ છે. આરોગ્ય અને સ્વચ્છતા પર ધ્યાન વોર્ડ નં. 4 માં પાણીની ગંભીર સમસ્યા નિવારવા નવા ઊજછ (પાણીના ટાંકા) અને ૠજછ બનાવવાની માંગ કરવામાં આવી છે. સાથોસાથ વોર્ડ-15, 16 અને 18માં ડ્રેનેજ નેટવર્કનું અપગ્રેડેશન અને નવા ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે.
ગત બજેટમાં સુચવાયેલા કામોનો આ બજેટમાં સમાવેશ કરવો
- Advertisement -
વોર્ડ-5માં કુવાડવા રોડથી સંત કબીર રોડ સુધીનો જૂનો આડો પેડક રોડ ડામર રી-કારપેટ કરવો
વોર્ડ-15માં શીવધારા સોસાયટી પાસે આવેલ શાળા નં.99નું નવું બિલ્ડીંગ બનાવવું
વોર્ડ-4 માં મોરબી રોડ પર આવેલ નદી કાંઠે સ્મશાન બનાવવુ
વોર્ડ-4માં સ્લો વોટરની ફરીયાદ હોવાથી પાણીનો ટાંકો બનાવવો
ગ્રીનલેન્ડ ચોકડીએ બ્યુટીફીકેશન કરવું, ભાવનગર રોડ પર એન્ટ્રી ગેઈટ બનાવવો
વોર્ડ-4માં આવેલ રાજલક્ષ્મી મેઈન રોડ પર બ્રીજ બનાવવો
વોર્ડ-16માં સ્મશાનથી નેશનલ હાઈવે સુધીનો ટી.પી. રોડ ડેવલોપ કરવો
દેવપરામાં 80 ફૂટ રોડ પર આજી નદી પર બ્રિજ બનાવી જી.આઈ.ડી.સી.ના રોડ સાથે જોડવો
કોઠારીયા નદીની પૂર્વે કેસરીનંદન પાસેના જુના કોઝ વે નું નવીનીકરણ કરવું
વોર્ડ-15માં નવું ફાયર સ્ટેશન બનાવવું



