પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી વિવાદ મામલે ન્યૂઝીલેન્ડ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા કરવામાં આવેલા દાવાઓ ફગાવી દેવામાં આવ્યા
- Advertisement -
ત્યાગવલ્લભ સ્વામીએ કરેલા દાવાઓ નામંજૂર કરાયાં
હરિધામ સોખડાને ગુજરાતના ટોચના તીર્થક્ષેત્ર બનાવનાર હરિપ્રસાદ સ્વામીના બહ્મલીન થયા બાદ છેલ્લા ઘણા સમયથી સંતોના બે જૂથ વચ્ચે ગાદી અને મંદિરના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક તરફ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના ગુરૂભાઈ પ્રેમસ્વરૂપ સ્વામી છે તો બીજી તરફ હરિપ્રસાદ સ્વામીના શિષ્ય પ્રબોધ સ્વામી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામી પહેવા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તેમણે વર્ષ 1971માં સોખડા ખાતે પ્રથમ 5 સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી. જો કે, જુલાઈ 2021માં હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે 2 સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી)ના સમર્થકોએ પોતપોતાના ગુરૂને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હોવાનું કહેવાય છે.
આ દરમિયાન જાણવા મળતી વિગત મુજબ સમગ્ર વાદ-વિવાદ મામલે પ્રબોધમ જૂથનો ઝલહળતો વિજય થયો છે. ન્યૂઝીલેન્ડ હાઇકોર્ટમાં પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા કરવામાં આવેલા દાવાઓ ફગાવી દેવામાં આવ્યા છે. સોખડાના ત્યાગવલ્લભ સ્વામી દ્વારા કરાવેલા દાવાઓ જેમ કે, પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી પછીના સ્થાને આધઅયાત્મિક વારસ તરીકે સાધુ પ્રેમસ્વરૂપ છે તથા ઢઉજગણનાં નિયંત્રણ પ્રમુખ તરીકે સાધુ પ્રેમસ્વરૂપ છે આ સંબંધિત તમામ દાવાઓને ન્યૂઝીલેન્ડ (ઓકલેન્ડ)ની હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે.
ન્યૂઝીલેન્ડ હાઇકોર્ટએ પ્રબોધ સ્વામી જૂથની તરફેણમાં ચૂકાદો આપ્યો છે, પ્રેમસ્વરૂપ જૂથના નિર્ણયને હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમસ્વરૂપ સ્વામી જૂથે તમામ ટ્રસ્ટીઓને બરખાસ્ત કર્યા હતા. પ્રેમસ્વરૂપ સ્વામી જૂથે જૂની કમિટી વિખેરી નવી કમિટી બનાવી હતી. પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ન્યૂઝીલેન્ડ હાઇકોર્ટમાં પડકારાયો હતો. હવે સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણીય જતા ત્યાગવલ્લભ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામી સામે પ્રબોધમ જૂથનો વિજય થયો છે.