ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પંથકમાં તસ્કરો દિન પ્રતિદિન અલગ અલગ જગ્યાએ ધામા નાખી રહ્યા છે ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં મોરબીના લાતી પ્લોટમાં આવેલ શિવ મંડપ સર્વીસના ગોડાઉનમાંથી રૂ. 1.68 લાખના માલમતાની તસ્કરો ચોરી કરી ગયા હતા ત્યારે તસ્કરોના તરખાટને પગલે વેપારીઓ સહિતના લોકોની માલમતા ચોરાઈ રહી છે જેથી પોલીસે હવે બેફામ બની રહેલા તસ્કરો સામે લાલ આંખ કરવી જરૂરી છે અને પોલીસે હવે એક્શનમાં આવી તસ્કરો પર સકંજો કસવો જોઈએ. મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કુલની સામે વેલકમ પ્રાઈડ-સી બ્લોક નં-502 માં રહેતા પ્રવીણભાઈ હંસરાજભાઈ રંગપરિયાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તા. 27-09-2022 થી તા. 28-09-2022 ની વચ્ચે કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ ફરીયાદીના મોરબીના લાતી પ્લોટમાં આવેલ શિવ મંડપ સર્વિસના ગોડાઉનમાં પ્રવેશ કરી શટરના તાળા ખોલી ગોડાઉનમાંથી મંડપ સર્વિસની અલગ-અલગ વસ્તુઓ (કિં.રૂ. 1,68,750) ના માલમતાની ચોરી કરી લઇ ગયા હોવાની પ્રવીણભાઈએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.