સરફેસી એક્ટ હેઠળ કબજો લેવાયો: નાગરિક બેન્કના પૈસા ન ભર્યા હોવાથી દુકાનને સીલ મારી દેવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ કલેકટર પ્રભવ જોશી અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર -1 ના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) સુચના મુજબ સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકતનો કબ્જો લીધો હતો. તેના માટેની નોટિસ તા. 28/02/2025 ડી. આર. પુરોહિત, નાયબ મામલતદાર દ્વારા તૈયાર કરી મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ)ની સહી કરી બજવેલ હતી.
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લી. દ્વારા દવેરા જયાબેન બકુલભાઈની કેસરીહિન્દ પુલ ઉપર આવેલા રાજકોટ શહેરના સીટી સર્વે વોર્ડ નં.13, શીટ નં.196, સીટી સર્વે નં.1016/એ તથા 1016/બી ની કુલ જમીન ચો.મી.આ.281.72 ઉપર બાંધવામાં આવેલ “સાગર આર્કેડ ના નામથી ઓળખાતા રેસીડેન્સીયલ કમ કોમર્શીયલ બિલ્ડીંગ માંહે ફર્સ્ટ ફ્લોર પર આવેલ દુકાન નં.112 કે જેનો કારપેટ એરીયા ચો.મી.આ.9-08 ચો.ફૂટ.આ.97.72 કે જે રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ અનુક્રમ નં.2713,તા.02-04-2016 થી નેહલબેન કાંતિલાલ જોષી ના નામે આવેલ છે.
મિલકત ઉપર તા. 20/12/2019 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. 8,74,070 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો હતો.