નિયમિત પગારધોરણ અને કાયમી કરવા અંગેના હુકમો એનાયત કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આનંદ પટેલે ગઈકાલે તા.06/11/2023ના રોજ કુલ 22 અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન, નિયમિત પગારધોરણમાં સમાવેશ અને જે તે જગ્યા પરની નિમણુંકને કાયમી કરવા અંગેના હુકમો એનાયત કર્યા હતા. જેમાં ફિક્સ પગારધોરણમાંથી નિયમિત પગારધોરણમાં સમાવેશ પામેલ 7, કાયમી કરવામાં આવેલ 8 અને પ્રમોશન મેળવેલ 7 અધિકારી/કર્મચારીઓનો સમાવેશ થાય છે. નિયમિત પગારધોરણમાં સમાવેશ પામેલ અધિકારીઓમાં આરોગ્ય શાખાના 7 મેડિકલ ઓફિસરોમાં હર્ષિદા કે. નમેરા, અંજલિ એસ. પેઢડિયા, કરિશ્મા કે. ખીમસુરિયા, જયકુમાર બી. કાલરિયા, વિકાસ એમ. ચાવડા, તેજલ એમ. બોરીચા અને મનાલ એચ. ધોળકિયા, ઉપરાંત કાયમી કરવામાં આવેલ અધિકારી/કર્મચારીઓમાં મેડિકલ ઓફિસર મિલનકુમાર જે. પંડ્યા, પી.આર.ઓ. ભૂપેશ ટી. રાઠોડ, દબાણ હટાવ શાખાના ત્રણ ઈ.આર.ઓ. દિગ્વિજયસિંહ જે. જાડેજા, દેવેન્દ્રસિંહ એસ. જાડેજા, અને અહમદ એન. બાદી, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જયસિંહ પી. ડાભી, જુનિયર ક્લાર્ક ક્રિશ્ના એસ. પાલ અને મજુર મુકેશ આર. ગોંડલિયા તેમજ પ્રમોશન મેળવેલ કર્મચારીઓમાં સુપીરીયર ફિલ્ડ વર્કર કમ ઇન્સેકટ કલેકટર તરીકે ભરત એચ. પરમાર, હેડ ક્લાર્ક તરીકે કમલેશ ડી. ઠાકર, એસ.આઈ. તરીકે પ્રિમરોઝ કે. ક્રિસ્ટી અને કિરીટ જે. પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે અતુલ એસ. રાઠોડ, આનંદરાજ જે. સોલંકી અને શૈલેશ જે. સીતાપરાનો સમાવેશ થાય છે.